Not Set/ આ રોમેન્ટિક ફોટા સાથે પ્રિયંકાએ કર્યું નિકનું સ્વાગત, લખ્યું-વેલકમ હોમ બેબી

મુંબઇ, પ્રિયંકા ચોપરા અને નિક જોનસ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. નિક જોનસ ગુરુવારે દિલ્હી પહોંચ્યા હતા. પ્રિયંકા ચોપરા હાલ અહીંયા તેની અપકમિંગ ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક’નું શુટિંગ કરી રહી છે. શૂટિંગ સમાપ્ત થયા પછી પ્રિયંકા તેના થનારા પતિ નિક જોનસને મળવા પહોંચી. પ્રિયંકા ચોપરાએ નિક સાથે  એક ખુબ જ રોમેન્ટિક […]

Uncategorized
ql આ રોમેન્ટિક ફોટા સાથે પ્રિયંકાએ કર્યું નિકનું સ્વાગત, લખ્યું-વેલકમ હોમ બેબી

મુંબઇ,

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. નિક જોનસ ગુરુવારે દિલ્હી પહોંચ્યા હતા. પ્રિયંકા ચોપરા હાલ અહીંયા તેની અપકમિંગ ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક’નું શુટિંગ કરી રહી છે. શૂટિંગ સમાપ્ત થયા પછી પ્રિયંકા તેના થનારા પતિ નિક જોનસને મળવા પહોંચી.

પ્રિયંકા ચોપરાએ નિક સાથે  એક ખુબ જ રોમેન્ટિક ફોટો સોશિઅલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં બંને એક-બીજામાં ખોવાયેલા લાગે છે. ફોટો સાથે પ્રિયંકાએ કેપ્શન પણ સુપર રોમેન્ટિક લખ્યું છે તેને નિકનું સ્વાગત કરતા લખ્યું કે, વેલકમ હોમ બેબી’.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે નિક અને પ્રિયંકાના લગ્ન જોધપુરની શાહી ઉમ્મેદ ભવન પેલેસમાં થવાના છે. અહીં તેમના લગ્નનું  સેલિબ્રેશન 28 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ચાલશે. એવા અહેવાલો પણ છે કે તેમના લગ્ન ક્રિશ્ચન અને હિન્દુ બંને રીતિ-રિવાજ થી થશે.

ઉમ્મેદ ભવનમાં લગ્ન માટેની તૈયારીઓ જરો પર છે. મહેમાનો માટે રૂમ બુક થઇ ચુક્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે 26 નવેમ્બર સુધી નિકના પરિવારજનો પણ ભારત આવી જશે. ત્યાર પછી બધા જોધપુર પહોંચશે. અહેવાલોનું માનવામાં આવે તો લગ્ન પછી મુંબઇ અને પછી યુએસમાં રિસેપ્શન પાર્ટી પણ રાખવામાં આવશે.