Not Set/ શ્રીકૃષ્ણએ બનાવ્યા હતા આ 3 પ્રાચીન નગરો, આજનું દિલ્હી શું ઈન્દ્રપ્રસ્થ હતું ?

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો. મથુરા હિન્દુઓ માટે મદીના અથવા બેથલેહમની જેમ છે. ગોકુળ, વૃંદાવન, ગિરિરાજ અને દ્વારિકામાં કૃષ્ણે પોતાના જીવનના કેટલાય મહત્વપૂર્ણ ક્ષણ વીતાવ્યાં છે. સમગ્ર ભારતમાં કૃષ્ણ અનેક સ્થાનો પર ગયા. તેઓ જ્યાં-જ્યાં પણ ગયા તે સ્થાન સાથે જોડાયેલી તેમની ગાથાઓ પ્રચલિત છે, પરંતુ મથુરા તેમની જન્મભૂમિ હોવાને લીધે હિન્દુ ધર્મમાં મુખ્ય […]

Uncategorized
Untitled 141 શ્રીકૃષ્ણએ બનાવ્યા હતા આ 3 પ્રાચીન નગરો, આજનું દિલ્હી શું ઈન્દ્રપ્રસ્થ હતું ?

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો. મથુરા હિન્દુઓ માટે મદીના અથવા બેથલેહમની જેમ છે. ગોકુળ, વૃંદાવન, ગિરિરાજ અને દ્વારિકામાં કૃષ્ણે પોતાના જીવનના કેટલાય મહત્વપૂર્ણ ક્ષણ વીતાવ્યાં છે. સમગ્ર ભારતમાં કૃષ્ણ અનેક સ્થાનો પર ગયા. તેઓ જ્યાં-જ્યાં પણ ગયા તે સ્થાન સાથે જોડાયેલી તેમની ગાથાઓ પ્રચલિત છે, પરંતુ મથુરા તેમની જન્મભૂમિ હોવાને લીધે હિન્દુ ધર્મમાં મુખ્ય તીર્થસ્થળ છે.

આ સિવાય સોમનાથની પાસે પ્રભાવ ક્ષેત્રમાં તેમણે શરીર ત્યાગ કર્યું હતું. આજે પણ ત્યાં તેમની સમાધિ છે. તો ચાલો જાણીએ કે મથુરાના સિવાય ભગવાન શ્રીકૃષ્ણે અન્ય ક્યા નગરનું પુનનિર્માણ કરાવ્યું હતું.

cm 10 શ્રીકૃષ્ણએ બનાવ્યા હતા આ 3 પ્રાચીન નગરો, આજનું દિલ્હી શું ઈન્દ્રપ્રસ્થ હતું ?

ઈન્દ્રપ્રસ્થ
આ રીતે ઈન્દ્રપ્રસ્થ, જે પૂર્વમાં ખાંડવપ્રસ્થ હતું, ને પાંડવ પુત્રો માટે બનાવવામાં આવ્યું હતું. આ નગર ખૂબ જ વિચિત્ર હતું. ખાસ કરીને પાંડવોનો મહેલ તો ઈન્દ્રજાળ જેવો બનાવવામાં આવ્યો હતો. દ્વારિકાની જેમ જ આ નગરના નિર્માણ કાર્યમાં મય દાનવ અને ભગવાન વિશ્વકર્માએ અથાક પ્રયાસ કર્યા હતા જેના લીધે આ શક્ય થઈ શક્યું હતું.

જ્યારે પાંડવો અને તેમના કાકાના દીકરા ભાઈ કૌરવોની વચ્ચે સંબંધ બગડી ગયા તો કૌરવોના પિતા ધૃતરાષ્ટ્રે પાંડવોને યમુના નદીના કિનારે ખાંડવપ્રસ્થનો ક્ષેત્ર આપી દીધો. ત્યાં તેમણે જળાશયોના ખાડાથી ઘેરાયેલું એક નગર બનાવ્યું અને તેની રક્ષાત્મક કિલ્લો બનાવ્યો. ધૃતરાષ્ટ્રની કથાનુસાર, પાંડવોએ હસ્તિનાપુરથી પ્રસ્થાન કર્યું. અડધા રાજ્યના આશ્વાસનની સાથે તેમણે ખાંડવપ્રસ્થના વનને હટાવી દીધું. તે ઉપરાંત પાંડવોએ શ્રીકૃષ્ણની સાથે મય દાનવની મદદથી તે શહેરનું સૌંદર્યીકરણ કર્યું. આ શહેર એક દ્વિતીય સ્વર્ગના સમાન થઈ ગયું. અહીંથી દુર્યોધનનું પાટનગર માત્ર 45 કિલોમીટર દૂર હસ્તિનાપુરમાં જ રહી.

આજે આપણે જેને દિલ્હી કહીએ છીએ તે પ્રાચીનકાળમાં ઈન્દ્રપ્રસ્થ હતું. દિલ્હીના જૂના કિલ્લામાં જગ્યા-જગ્યાએ શિલાપટો પર લાગેલા આ વાક્યોને વાંચીને આ પ્રશ્ન ચોક્કસ ઊઠે છે કે પાંડવોનું પાટનગર ઈન્દ્રપ્રસ્થ ક્યાં હતું? ખોદકામમાં મળેલા અવશેષોના આધાર પર પુરાતત્વવિદોનો એક મોટો વર્ગ એવું માને છે કે પાંડવોનું પાટનગર આ જ સ્થળ પર રહ્યું હશે. અહીં ખોદકામમાં એવા વાસણોના અવશેષ મળ્યાં છે જે મહાભારત સાથે જોડાયેલા અન્ય સ્થાનો પર પણ મળે છે. દિલ્હીમાં સ્થિત સારવલ ગામથી 1328 ઈસ્વીનો સંસ્કૃતનો એક તામ્રલેખ પ્રાપ્ત થયો છે. આ તામ્રલેખ લાલ કિલ્લાના સંગ્રહાલયમાં મોજુદ છે. આ તામ્રલેખમાં આ ગામના ઈન્દ્રપ્રસ્થ જિલ્લામાં સ્થિત હોવાનો ઉલ્લેખ છે.

Image result for vaikunth krishna

વૈકુંઠ
હિન્દુ ધર્મ માન્યતાઓમાં વૈકુંઠ જગતપાલક ભગવાન વિષ્ણુનો વાસ થઈને પુણ્ય, સુખ અને શાંતિનો લોક છે, પરંતુ આપણે વાત કરી રહ્યા છે એ વૈકુંઠ ધામની જે ભગવાન શ્રીકૃષ્ણનું ધામ હતું.

વિદ્વાનો મુજબ તેના કેટલાય નામ હતા- સાકેત, ગોલોક, પરમધામ, બ્રહ્મપુર વગેરે. હવે પ્રશ્ન એ થાય છે કે આવું નગર ક્યાં હતું? કેટલાક લોકો બદ્રીનાથ ધામને વૈકુંઠ કહે છે તો કેટલાક જગન્નાથ ધામને. કેટલાકનું માનવું છે કે પુષ્કર જ વૈકુંઠ ધામ હતું. જોકે કેટલાક ઈતિહાસકારો મુજબ અરાવલીની પર્વતશ્રૃંખલા પર ક્યાંક વૈકુંઠ ધામ વસાવવામાં આવ્યું હતું, જ્યાં વ્યક્તિ નહીં માત્ર સાધક જ રહેતા હતા.

શ્રીકૃષ્ણે અરાવલીની પહાડી પર ક્યાંક નાનકડું નગર વસાવ્યું હતું. ભારતની ભૌગોલિક સંરચનામાં અરાવલી પ્રાચીનતમ પર્વત છે. ભૂ-શાસ્ત્ર મુજબ ભારતનો સૌથી પ્રાચીન પર્વત અરાવલી પર્વત છે. એવું માનવામાં આવે છે કે અહીં પર શ્રીકૃષ્ણે વૈકુંઠ નગરી વસાવી હતી. રાજસ્થાનમાં આ પહાડ નૈઋત્ય દિશાથી ચાલીને ઈશાન દિશામાં અંદાજિત દિલ્હી સુધી પહોંચે છે.

અરાવલી અથવા ‘અર્વલી’ ઉત્તર ભારતીય પર્વતમાળા છે. રાજસ્થાન રાજ્યના પૂર્વોત્તર ક્ષેત્રથી પસાર થતી 560 કિમી લાંબી આ પર્વતામાળાની કેટલીક શિલાઓ દિલ્હીના દક્ષિણ ભાગ સુધી જતી રહી છે. જો ગુજરાતના કિનારે અર્બુદ અથવા માઉંટ આબૂનો પહાડ તેનો એક છોર છે તો દિલ્હીની પાસેની નાની-નાની પહાડીઓ ધીરજ બીજો છોર.

Image result for dvarika krishna

દ્વારિકા
દ્વારિકાનું પહેલા નામ કુશવતી હતું જે ઉજ્જડ થઈ ચૂકી હતી. શ્રીકૃષ્ણે આ સ્થાન પર નવા નગરનું નિર્માણ કરાવ્યું. કંસ વધ પછી શ્રીકૃષ્ણે ગુજરાતના સમુદ્ર તટ પર દ્વારિકાનું નિર્માણ કરાવ્યું અને ત્યાં એક નવા રાજ્યની સ્થાપના કરી.

સમય જતા આ નગરી સમુદ્રમાં ડૂબી ગઈ જેના કેટલાક અવશેષ હમણાં થોડા સમય પહેલા જ શોધવામાં આવ્યાં હતા. અત્યારે ગુજરાતમાં દ્વારિકાના સમુદ્રી તટ પર જ બેટ દ્વારિકા અને દ્વારિકા વસેલું છે. હિન્દુઓના 4 ધામોમાંથી એક દ્વારિકા ધામને દ્વારિકાપુરી અથવા મોક્ષ તીર્થ પણ કહેવામાં આવે છે. સ્કંદ પુરાણમાં શ્રીદ્વારિકા મહાત્મ્યનો વર્ણન મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.