Not Set/ ભારત એક સાથે 103 સેટેલાઇટ છોડીને ઇતિહાસ રચશે, સાથે બીજા દેશના સેટેલાઇટ પણ હશે સામેલ

નવી દિલ્હીઃ ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરો દ્વારા ફેબુ્રઆરીમાં એક સાથે 103 સેટેલાઇટ છોડીને ઇતિહાસ રચશે. જેમાં ત્રણ વિદેશોના હશે અને તે પણ માત્ર એક જ રોકેટ દ્વારા છોડાશે. અત્યાર સુધી કોઇપણ દેશ દ્વારા આવો પ્રયાસ કરાયો નથી. ઇસરોએ સતીષ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરીકોટાથી 103 પૈકી 100 પોતાના સેટેલાઇટને રોકેટ PSLV-37 ને ફેબુ્રઆરીમાં છોડવા નક્કી […]

Uncategorized
229 ભારત એક સાથે 103 સેટેલાઇટ છોડીને ઇતિહાસ રચશે, સાથે બીજા દેશના સેટેલાઇટ પણ હશે સામેલ

નવી દિલ્હીઃ ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરો દ્વારા ફેબુ્રઆરીમાં એક સાથે 103 સેટેલાઇટ છોડીને ઇતિહાસ રચશે. જેમાં ત્રણ વિદેશોના હશે અને તે પણ માત્ર એક જ રોકેટ દ્વારા છોડાશે.

અત્યાર સુધી કોઇપણ દેશ દ્વારા આવો પ્રયાસ કરાયો નથી. ઇસરોએ સતીષ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરીકોટાથી 103 પૈકી 100 પોતાના સેટેલાઇટને રોકેટ PSLV-37 ને ફેબુ્રઆરીમાં છોડવા નક્કી કર્યું હતું.

‘એક સાથે 103 ઉપગૃહો છોડીને અમે એક સદી પુરી કરીશું’ એમ ઇસરોના લિક્વિડ પ્રોપલ્ઝન સીસ્ટમ સેન્ટરના ડાયરેકટર એસ. સોમનાથે  અત્રે યોજાયેલી ઇન્ડિયન સાયન્સીસ કોંગ્રેસના ચાલી રહેલા અધિવેશનના બીજા દિવસે કહ્યું હતું. અગાઉ અવકાશ એજન્સીએ જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં એક સાથે 83 સેટેલાઇટ છોડવા યોજના બનાવી હતી જે પૈકી 80 વિદેશી હતા, પરંતુ વિદેશી 20નો વધારો થતા લોંચને મોડેથી કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે તેમણે કેટલા દેશો છે તેની વિગતો આપી નહતી. આમા અમેરિકા અને જર્મની જેવા દેશોનો સમાવેશ થશે એમ એક અન્ય અધિકારીએ કહ્યું હતું.

‘100 માઇક્રો-સ્મોલ સેટેલાઇટ હશે જેમને પોલાર સેટેલાઇટ લોંચ વ્હીકલ (PSLV-37) પરથી છોડવામાં આવશે. આ સેટેલાઇટનું વજન ૧૩૫૦ કિલો હશે. જે પૈકી 500થી 600 કિલો સેટેલાઇટનું વજન હશે’ એમ એસ. સોમનાથે કહ્યું હતું.