જયપુર,
આજે રાજસ્થાનમાં મુખ્યમંત્રી તરીકે અશોક ગેહલોત અને ડેપ્યુટી સીએમ તરીકે સચિન પાયલોટની શપથવિધિ થવાની છે. જયપુરમાં આલ્બર્ટ હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ શપથવિધિ સમારોહમાં કોંગ્રેસે 25 પાર્ટીઓને આમંત્રણ આપ્યું છે.
https://twitter.com/ANI/status/1074528595664605190
રાજસ્થાન રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, કોંગ્રેસ નેતા જીતીન પ્રસાદ, કોંગ્રેસ પાર્ટી પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ શપથવિધિ સમારોહમાં આવી ગયાં છે. આ સિવાય ઘણાં અગ્રણી નેતાઓ પણ જયપુર આવી ચુક્યા છે.
પરંતુ સમાજવાદી પાર્ટીનાં પ્રેસિડેન્ટ અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના ચીફ માયાવતી આજે થનારી ત્રણ રાજ્યોની સીએમની શપથવિધિમાં ક્યાંય પણ હાજરી નહી આપે. આજે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીની શપથવિધિ છે. આ સિવાય પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજરી આપવાનાં નથી.