Not Set/ દારૂની એડ કરી પ્રિયંકા ફસાઇ,ટ્રોલર્સે ખિંચાઇ કરવામાં કંઇ બાકી ના મુક્યું

મુંબઇ, આજકાલ હોલીવુડમાં પોતાનું સ્થાન જમાવવા પ્રયત્ન કરી રહેલી બોલીવુડની સ્ટાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા હંમેશા કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે.અસ્થમાને લઇને પ્રદુષણ ફેલાવવાનો વિરોધ બતાવી ચુકેલી પ્રિયંકા થોડા દિવસ પહેલા પોતાની બર્થ ડે પર પતિ અને માતા મધુ ચોપરા સાથે સિગારેટ પીતી જોવા મળી હતી જેને લઈને યૂઝર્સે બરાબરની ટ્રોલ કરી હતી. ત્યારે તેણે ફરી […]

Uncategorized
aaare 11 દારૂની એડ કરી પ્રિયંકા ફસાઇ,ટ્રોલર્સે ખિંચાઇ કરવામાં કંઇ બાકી ના મુક્યું

મુંબઇ,

આજકાલ હોલીવુડમાં પોતાનું સ્થાન જમાવવા પ્રયત્ન કરી રહેલી બોલીવુડની સ્ટાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા હંમેશા કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે.અસ્થમાને લઇને પ્રદુષણ ફેલાવવાનો વિરોધ બતાવી ચુકેલી પ્રિયંકા થોડા દિવસ પહેલા પોતાની બર્થ ડે પર પતિ અને માતા મધુ ચોપરા સાથે સિગારેટ પીતી જોવા મળી હતી જેને લઈને યૂઝર્સે બરાબરની ટ્રોલ કરી હતી. ત્યારે તેણે ફરી એકવાર કંઈક એવું કર્યું છે જેના કારણે તે ફરીથી સોશિયલ મીડીયાના  યૂઝર્સેના નિશાને આવી ગઈ છે.

 સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે એક આલ્કોહોલ બ્રાન્ડની એડ કરતી જોવા મળી રહી છે.

પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, લાઈફ આપણને કંઈક નવું શીખવે છે. તમારે દરેક તકને ઝડપવી પડશે, રિસ્ક લેવું પડશે અને પોતાનો રસ્તો જાતે જ બનાવવો પડશે. દરેકની સફળતા તેમની પોતાની છે,જેને તમે પોતે કમાઇ છે. આ તમારું ગર્વ છે.

Instagram will load in the frontend.

પ્રિયંકા આ વીડિયો શેર કર્યો અને સોશિયલ મીડીયાના પંચાતિયાઓ તેની પાછળ પડી ગયા.

પ્રિયંકાની ખીંચાઇ કરતાં એક ટ્રોલર્સે લખ્યું કે લાગે છે કે દીદી પોતાના અસ્થમાને ઠીક કરવા માટે દારુ પી રહી છે.

તો બીજા યૂઝરે લખ્યું કે,મતલબ દીદીનું કહેવું છે કે તેણે પીને પ્રાઈડ મેળવ્યું છે.

એક યુઝર્સે એમ પણ કહ્યું કે દેશી ગર્લ હવે વિદેશી વ્હીસ્કી પીતી થઇ ગઇ છે.

તો અન્ય યૂઝરે કહ્યું કે અસ્થમા ઠીક થયો કે શું? છોકરી હાથમાંથી નીકળી ગઈ.

પ્રિયંકાએ અગાઉ દીવાળીના સમયે ફટકડા નહીં ફોડવા માટે એક વીડીયો દ્રારા દેશવાસીઓને અપીલ કરી હતી.આ વીડીયોમાં પ્રિયંકા એવું કહેતી જોવા મળી હતી કે દિવાળીના ફટાકડા પ્રદુષણ ફેલાવે છે જેના કારણે તેના જેવા અસ્થમાના દર્દીઓને તકલીફ પડે છે.

પ્રિયંકા આ વીડીયોને લઇને ખાસી ટ્રોલ થઇ હતી.દિવાળીમાં દેશવાસીઓને ફટાકડા નહીં ફોડવાની સલાહ આપનાર પ્રિયંકાએ પોતાના લગ્નમાં ઉદેપુરમાં ધુમધડાકા સાથે ફટાકડા ફોડ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.