અમદાવાદ,
દેશની સૌથી ખર્ચાળ ગણાતી રજનીકાંત અને અક્ષય કુમારની ફિલ્મ 2.0 ધુમ ધડાકા સાથે રીલીઝ થઇ છે.મુવીને દુનિયાભરના 10,500 જેટલા સ્ક્રીનમાં એક સાથે રીલીઝ કરવામાં આવી છે.રજનીકાંતના લાખો ચાહકો દિવસોથી 2.0ની રાહ જોઇ રહ્યાં હતાં અને આજે દિવસ આવી ગયો છે.
2.0ની મુખ્ય સ્ટોરી એ છે કે માણસજાત પર બદલો લેવા એક બર્ડ સાયન્ટીસ્ટ સ્યુસાઇડ કરી લે છે.મોબાઇલ ફોનના રેડિએશનથી પક્ષીઓને નુકસાન પહોંચાડતી માનવજાતથી આ પક્ષી વિજ્ઞાની નફરત કરી રહ્યો છે.
https://twitter.com/baelal23/status/1067966730532765697
ફિલ્મની સ્ટોરી….
ફિલ્મની શરૂઆતમાં એક વૃદ્ધ માણસ મોબાઇલ ફોન ટાવર પરથી કુદીને જાન આપી દે છે.એ પછી શહેરમાં દરેક લોકોના મોબાઇલ હવામાં ઉડવા લાગે છે અને મોબાઇલથી બનેલ એક મોટો કાગડો શહેરને ધમરોળે છે.આ પછી વસીકરન(રજનીકાંત) અને તેની આસિસ્ટન્ટ નીલા(એમી જેક્સન) તેમના રોબોટ ચિટ્ટીને પાછો બોલાવે છે.એ પછી ચિટ્ટી અને જાયન્ટ ક્રો વચ્ચે ધમાસાણ શરૂ થાય છે.ફિલ્મની છેલ્લી 30 મિનિટના ક્લાઇમેક્સ પર દર્શકો આફરીન છે.
ડાયરેક્ટર શંકરની આ ફિલ્મ વિઝ્યુઅલ ઇફેક્ટથી ભરપુર છે.ડાયરેક્ટરે આ ફિલ્મમાં સાયન્સ ફિક્શનની સાથે સાથે હોરરનો પડછાયો પણ આપ્યો છે.2.0ના ટ્રેલર જોનારાને ફિલ્મ રહસ્યમય નહીં લાગે કેમ કે ટ્રેલરમાં જે સ્ટોરી બ્રીફ છે તેવી જ ફિલ્મ બની છે.શંકરે તેની સ્ટાઇલમાં ફિલ્મને સ્પેશિયલ ઇફેક્ટ દ્રારા ભવ્ય બનાવી છે.ફિલ્મમાં ચિટ્ટી અને પક્ષીની લડાઇને એવી રીતે વિઝ્યુલાઇઝ કરવામાં આવી છે કે દર્શકોના પૈસા વસુલ થઇ જાય.અક્ષય કુમાર અને રજનીકાંત હંમેશની જેમ લાજવાબ છે.ફિલ્મના અંતમાં 3.0 એટલે કે કુટ્ટીનું આગમન થાય છે.મીન્સ,ફિલ્મનો ત્રીજો ભાગનો પણ દર્શકોને ઇંતઝાર રહેશે.
