Not Set/ બોલીવૂડ/ ‘બ્રહ્માસ્ત્ર’ શૂટિંગ દરમિયાન રણબીર કપૂરે ઉતાર્યો શર્ટ, આવું હતું આલિયાનું રિએકશન

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજકાલ બ્રહ્માસ્ત્રના શૂટિંગ માટે વારાણસી આવ્યા છે. તાજેતરમાં વારાણસીના રાજઘાટ પર શૂટિંગ દરમિયાન તેના ફોટા અને વીડિયો વાયરલ થયા હતા. આમાં એક ફોટો શામેલ છે જેમાં રણબીર પોતાનો શર્ટ ઉતારતો નજરે પડે છે. તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. રેમો ડિસુઝા દ્વારા કોરિયોગ્રાફ કરાયેલા આ […]

Uncategorized

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજકાલ બ્રહ્માસ્ત્રના શૂટિંગ માટે વારાણસી આવ્યા છે. તાજેતરમાં વારાણસીના રાજઘાટ પર શૂટિંગ દરમિયાન તેના ફોટા અને વીડિયો વાયરલ થયા હતા. આમાં એક ફોટો શામેલ છે જેમાં રણબીર પોતાનો શર્ટ ઉતારતો નજરે પડે છે. તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

રેમો ડિસુઝા દ્વારા કોરિયોગ્રાફ કરાયેલા આ ગીતનું શૂટિંગ વારાણસીના રાજઘાટમાં કરવામાં આવ્યું છે. આ ગીતના એક શોટમાં રણબીર પોતાનો શર્ટ ઉતારતો નજરે પડે છે. તેણે આલિયા વ્હાઇટ ટોપ સાથે રેડ શ્રગ અને બ્લુ જીન્સ પહેરી છે, જ્યારે રણબીર મિલેટ્રી પ્રિન્ટ શર્ટમાં છે. રણબીરનો આ શર્ટ કેમેરા સામે ઉતારતો આ ફોટો ચર્ચામાં છે.

અયાન મુખર્જી દિગ્દર્શિત ફિલ્મ બ્રહ્માસ્ત્રની અડધી ફિલ્મનું શૂટિંગ વારાણસીમાં થઈ ચૂક્યું છે. ફિલ્મના બીજા શિડ્યુલનું શૂટિંગ શનિવારથી શરૂ થઈ ગયું છે. રણબીર અને આલિયાના ડાન્સ નંબરની વાત કરીએ તો વરસાદને કારણે ગીતનું શૂટિંગ મોડું થયું હતું.

https://www.instagram.com/p/B6DkBkFAfnp/?utm_source=ig_embed

આ છે ફિલ્મની સ્ટાર કાસ્ટ

અહેવાલો અનુસાર, આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. આમાં રણબીર અને આલિયા પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. ચાહકો બંનેની નવી જોડી જોઈને ઉત્સાહિત છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન, ડિમ્પલ કાપડિયા, પ્રતીક બબ્બર પણ મહત્વની ભૂમિકામાં છે. કેટલાક અહેવાલો અનુસાર શાહરૂખ ખાન પણ આ ફિલ્મમાં ખાસ અપીયરેંસમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.