મુંબઇ
બોલિવૂડના રોકસ્ટાર રણબીર કપૂર અને ડીમ્પલ ગર્લ દીપિકા પાદુકોણની જોડી સિલ્વર સ્ક્રીન પર ફરી એક વાર ધૂમ મચાવતા જોવા મળી શકે છે. રણબીર અને દીપિકાની જોડીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળ જોડીઓમાં સમાવેશ કરવામાં આવી છે.
v
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે ઘણી ફિલ્મો સાથે કરી છે. આ જોડી ફિલ્મ બચના એ હસીનો, યે જવાની હૈ દીવાની અને તમાશા જેવી ફિલ્મમાં સાથે જોવા મળી છે અને હવે આ જોડી ફરી સિલ્વર સ્ક્રીન પર કામ કરતા જોવા મળી શકે છે. બોલિવૂડ નિર્દેશક લવ રંજન રોમેન્ટિક-કોમડી ફિલ્મ બનાવવા જઇ રહ્યાં છે.

એક ન્યુઝ એજન્સીના મુજબ કહેવામાં આવી રહ્યું છે કે દીપિકાએ તાજેતરમાં ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી છે. દીપિકા આ ફિલ્મમાં કામ કરવા માટે રસ બતાવી રહી છે. ફિલ્મમાં દીપિકાના સિવાય રણબીર કપૂર અને અજય દેવગણ સાથે પણ વાત કરવામાં આવી રહી છે અને જો બધું સારું રહ્યું તો ફરી એકવાર દીપિકા-રણબીરની જોડી સિલ્વર સ્ક્રીન પર ધૂમ મચાવતી જોવા મળશે.
