Not Set/ બોલીવૂડ/ લાઈવ વિડીયો શેર કરી ટ્રોલ થયો રણવીર સિંહ, ગુસ્સામાં કહ્યું ‘કામ ધંધા નહીં હૈ ક્યા’

બોલિવૂડ એક્ટર રણવીર સિંહના વ્યક્તિત્વની સૌથી વિશેષ વાત એ છે કે તે હંમેશા ખુશ રહે છે અને હસતા રહે છે. રણવીર સિંહના આ વર્તનને લઈને ચાહકો પણ ખૂબ ક્રેઝી છે, પરંતુ કેટલાક લોકોને રણવીરનું આ વર્તન પસંદ નથી અને આવા લોકો ઘણીવાર તેમને ટ્રોલ કરતા રહે છે. આવામાં રણવીરે સોશિયલ મીડિયા પર પોતાનો એક લાઈવ વીડિયો શેર […]

Uncategorized
mahiap 8 બોલીવૂડ/ લાઈવ વિડીયો શેર કરી ટ્રોલ થયો રણવીર સિંહ, ગુસ્સામાં કહ્યું 'કામ ધંધા નહીં હૈ ક્યા'

બોલિવૂડ એક્ટર રણવીર સિંહના વ્યક્તિત્વની સૌથી વિશેષ વાત એ છે કે તે હંમેશા ખુશ રહે છે અને હસતા રહે છે. રણવીર સિંહના આ વર્તનને લઈને ચાહકો પણ ખૂબ ક્રેઝી છે, પરંતુ કેટલાક લોકોને રણવીરનું આ વર્તન પસંદ નથી અને આવા લોકો ઘણીવાર તેમને ટ્રોલ કરતા રહે છે. આવામાં રણવીરે સોશિયલ મીડિયા પર પોતાનો એક લાઈવ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રણવીર કારમાં બેઠો જોવા મળી રહ્યો છે.

રણવીરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, પરંતુ આ વખતે તેને તેના વીડિયો પર ઘણી હેત કોમેન્ટ્સ મળી રહી છે. કેટલાક લોકોએ ‘લાઇવ મ્યુઝિક બેન્ડ બંધ કર’, ‘એ તેરે કો હિન્દી નહીં આતા કયા’, ‘એ જોકર લગ રહા હૈ’ જેવી કોમેન્ટ્સ કરવાનું શરુ કર્યુ છે. પરંતુ રણવીર ખચકાતો ન હતો, તેણે આ વીડિયોમાં જ આ સમસ્યા વિશે વાત કરવાનું શરૂ કર્યું. રણવીરે તેના હેટર્સને કહ્યું, ‘તુમ લોગો કો કોઈ ધંધા નહીં હૈ? તુમ લોગ કુછ ઓર જાકે કારો ના, મેરી લાઈફ મેં ક્યોં આએ હો?

જો કે, રણવીરનો જવાબ આવા ટ્રોલ્સમાં પરફેક્ટ હતો. આપને જણાવી દઈએ કે તાજેતરમાં રણવીરે આવા જ એક લાઇવ દરમિયાન વરુણ ધવન અને સારા અલી ખાનને અભિનંદન આપ્યા હતા કારણ કે તેમને ડેવિડ ધવન સાથે કામ કરવાની તક મળી હતી.

હવે રણવીરના વર્કફ્રન્ટની વાત કરીએ તો આપને જણાવી દઈએ કે રણવીર સિંહ ટૂંક સમયમાં કબીર ખાન દિગ્દર્શિત ફિલ્મ 83 માં જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ તેની પત્નીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ એક્સ ક્રિકેટર કપિલ દેવની બાયોપિક છે. આ ફિલ્મમાં રણવીર કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે દીપિકા તેની પત્ની રોમી ભાટિયાની ભૂમિકા નિભાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.