ટેલિવિઝનના પોપ્યુલર શો ‘રોડીઝ’ના પૂર્વ હોસ્ટ અને જજ રઘુરામની પત્ની નતાલી ડી લુસિયો બેબી બોયને જન્મ આપ્યો છે. તેઓએ તેમના પુત્રનું નામ રિધમ રાખ્યું છે. રઘુરમે ડિસેમ્બર 2018માં ગર્લફ્રેન્ડ નતાલી ડી લુસિયો સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે નતાલી રઘુની બીજી પત્ની છે. જે બાદ રઘુએ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પત્ની પ્રેગ્નેન્ટ હોવાની વાતનો ખુલાસો કર્યો હતો. હવે કપલના પહેલા સંતાનનો જન્મ થયો છે.
https://www.instagram.com/p/B47N36Sgbwo/?utm_source=ig_embed
એક ઈન્ટરવ્યૂમાં રઘુએ દીકરાના નામનો ખુલાસો કર્યો છે. નતાલી અને રઘુએ દીકરાનું નામ રિધમ રાખ્યું છે. રઘુએ કહ્યું, ‘અમે અમારા મેળાપને મલ્ટી-કલ્ચર, મલ્ટી-નેશનલ અને મલ્ટી-લિંગ્વલ બનાવવા માગતા હતા. એટલે જે દીકરાનું નામ રિધમ રાખ્યું છે.’
https://www.instagram.com/p/B5hWJeqgV1t/?utm_source=ig_embed
આપને જણાવી દઈએ કે નતાશાએ સોમવારે પુત્રને જન્મ આપ્યો હતો . જ્યારે રઘુને કહેવામાં આવ્યું કે તેમે પિતા બની ગયા છો, ત્યારે તેણે કહ્યું, ‘રાહત થઈ. ખરેખર ઘણી લાગણીઓ છે. અમે મહિનાઓથી આ માટેની તૈયારી કરી રહ્યા હતા. અમે ગર્ભાવસ્થા, બાળજન્મ, તે બધાની સંભાળ વિશે શીખ્યા, પણ કંઇપણ તમને માતાપિતા બનવા માટે તૈયાર કરતું નથી.’
https://www.instagram.com/p/B47LB39gdUe/?utm_source=ig_embed
નતાલી અને રઘુની મુલાકાત 2011માં થઈ હતી. રઘુએ નતાલીને યૂટ્યૂબ પર જોઈ અને તેને દિલ આપી બેઠો હતો. નતાલી એક ઈન્ડો-કેનેડિયન સિંગર છે. તે પહેલા ટીવી એક્ટર એજાઝ ખાનને ડેટ કરતી હતી.
https://www.instagram.com/p/B6AxTXFJZiG/?utm_source=ig_embed
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
