Not Set/ સલમાન ખાનની ફિલ્મ ‘સુલ્તાન’ ચીનમાં ‘દંગલ’ આપશે ટક્કર

મુંબઈ બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘સુલ્તાન’ અને આમિર ખાનની ‘દંગલ’ 2016માં એક જ વર્ષે રિલીઝ થઈ હતી. બન્ને ફિલ્મોની રીલીઝમાં 6 મહિનાનુ અંતર હતું. પરંતુ બન્નેની વાર્તા કુસ્તીને બેકડ્રોપમાં રાખીને લખવામાં આવી હોવા છતાં બન્ને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. ફિલ્મ દંગલે ભારતની સાથે જ ચીનમાં પણ બંપર કમાણી કરી […]

Entertainment
7 સલમાન ખાનની ફિલ્મ 'સુલ્તાન' ચીનમાં 'દંગલ' આપશે ટક્કર

મુંબઈ

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘સુલ્તાન’ અને આમિર ખાનની ‘દંગલ’ 2016માં એક જ વર્ષે રિલીઝ થઈ હતી. બન્ને ફિલ્મોની રીલીઝમાં 6 મહિનાનુ અંતર હતું. પરંતુ બન્નેની વાર્તા કુસ્તીને બેકડ્રોપમાં રાખીને લખવામાં આવી હોવા છતાં બન્ને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

ફિલ્મ દંગલે ભારતની સાથે જ ચીનમાં પણ બંપર કમાણી કરી હતી. ત્યારે હલે સલમાન ખાનની ફિલ્મ સુલ્તાને પણ હવે ચીનીના સિનેમાઘરોમાં રીલીઝ થવા જઈ રહી છે.

31 ઓગસ્ટે ચીનના સિનેમાઘરોમાં સુલ્તાન ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. ત્યારે સુલ્તાન ચીનમાં પણ પોતાની કમાણીના નવા રેકોર્ડ સર્જે તેવી શક્યતા છે. દંગલ ફિલ્મે ભારત કરતા વધુ કમાણી ચીનમાં કરી હતી. ફિલ્મે ચીની બોક્સ ઓફિસ પર આશરે 1300 કરોડની કમાણી કરી હતી. ત્યારે જોવાનુ એ રહેશે કે શું સલમાનની સુલ્તાન ચીનમાં દંગલને ટક્કર આપી શકશે.

9 સલમાન ખાનની ફિલ્મ 'સુલ્તાન' ચીનમાં 'દંગલ' આપશે ટક્કર

ચીનમાં તૈયાર કરવામાં આવેલ સુલ્તાન ફિલ્મનુ પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યુ છે. મહત્વનુ છે કે, સલમાન ખાન અત્યારે પોતાની આગામી ફિલ્મ ભારતના શુટિંગમાં વ્યસ્ત છે. ભારત કોરીયન ફિલ્મ ‘એન ઓડ ટુ માય ફાદર’ની ઓફિસિયલ રીમેક છે.