Not Set/ પાનીપત વિવાદ/ અબ્દાલીના રોલમાં ફીટ નથી સંજય દત્ત, સોશિયલ મીડિયામાં ઉભા થયા સવાલ

પાનીપત ફિલ્મને લઈને દેશની બહાર ઘણો હંગામો થયો છે. ક્યારેક અફઘાનિસ્તાનમાં તો ક્યારેક પાકિસ્તાનમાં પણ આ ફિલ્મ અંગે ચર્ચા થઇ રહી છે. હવે પાકિસ્તાની-અમેરિકન કોલમ લેખકે આ ફિલ્મમાં અભિનેતા સંજય દત્તના દેખાવ વિશે સવાલો ઉભા કર્યા છે. પાકિસ્તાની-અમેરિકન કટારલેખક મોહમ્મદ તકીએ બોલીવુડ અભિનેતા સંજય દત્તને અહમદ શાહ અબ્દાલીની ભૂમિકા માટે કાસ્ટ કરવાના સવાલ ઉઠાવ્યા છે. તેમણે પાનીપત ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટરને પણ […]

Uncategorized
maya 7 પાનીપત વિવાદ/ અબ્દાલીના રોલમાં ફીટ નથી સંજય દત્ત, સોશિયલ મીડિયામાં ઉભા થયા સવાલ

પાનીપત ફિલ્મને લઈને દેશની બહાર ઘણો હંગામો થયો છે. ક્યારેક અફઘાનિસ્તાનમાં તો ક્યારેક પાકિસ્તાનમાં પણ આ ફિલ્મ અંગે ચર્ચા થઇ રહી છે. હવે પાકિસ્તાની-અમેરિકન કોલમ લેખકે આ ફિલ્મમાં અભિનેતા સંજય દત્તના દેખાવ વિશે સવાલો ઉભા કર્યા છે.

પાકિસ્તાની-અમેરિકન કટારલેખક મોહમ્મદ તકીએ બોલીવુડ અભિનેતા સંજય દત્તને અહમદ શાહ અબ્દાલીની ભૂમિકા માટે કાસ્ટ કરવાના સવાલ ઉઠાવ્યા છે. તેમણે પાનીપત ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટરને પણ હટાવવાની માંગ કરી છે.

તેમણે ટ્વિટર દ્વારા લખ્યું, ‘અહમદ શાહ અબ્દાલી 25 વર્ષના હતા ત્યારે પહેલી વાર ભારત પર આક્રમણ કર્યું. આ પછી, પાનીપતના યુદ્ધમાં 39 વર્ષની ઉંમરે તેઓ ખૂબ જ ઉદાર માણસ બન્યા હતા. અને 50 વર્ષની વયે અવસાન પામ્યા હતા. સંજય દત્ત 60 વર્ષના છે અને 160 વર્ષના લાગે છે. જો બીજું કંઇ નહીં, તો પાનીપત ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટરને પદ પરથી હટાવવા જોઈએ.

પાનીપત ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદથી દેશની બહાર હંગામો મચ્યો છે. આ અગાઉ ભારતમાં અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત ડો.શઈદા અબ્દાલી પણ ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. તેમણે કહ્યું, ‘ભારતીય ફિલ્મો ભારત-અફઘાનિસ્તાન સંબંધોને મજબૂત બનાવવામાં ભૂમિકા ભજવી રહી છે. મને આશા છે કે પાનીપત ફિલ્મ આપણા ઇતિહાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હશે. આ સાથે જ પાકિસ્તાને કહ્યું કે આ ફિલ્મમાં ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે  નિર્દેશક આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘પાનીપત’ અફઘાનના રાજા અહમદ શાહ અબ્દાલી અને મરાઠા વચ્ચેની પાનીપતની લડાઈ પર આધારિત છે. આ ફિલ્મમાં સંજય દત્ત અબ્દાલીની ભૂમિકા નિભાવી રહ્યા છે જ્યારે અર્જુન કપૂર મરાઠા સરદાર સદાશિવ રાવ ભાઈની ભૂમિકા નિભાવી રહ્યો છે. પાનીપત ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.