Not Set/ રેમો ડિસોઝાની ફિલ્મમાં વરુણ ધવન સાથે ડાન્સ કરશે સારા અલી ખાન!

મુંબઇ, રેમો ડિસોઝાની ડાન્સ ફિલ્મ ‘એબીસીડી 3’માં વરુણ ધવન સાથે કેટરીના કૈફ જોવા મળવાની હતી, પરંતુ ફિલ્મ ‘ભારત’ના શૂટિંગ માટે તેણે આ ફિલ્મ છોડી દીધી. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મના મેકર્સ દ્વારા કેટરીના દ્રારા ફિલ્મ છોડ્યા પછી જેકલીન ફર્નાંડિસ, કૃતિ સેનન અને શ્રદ્ધા કપૂર જેવી એક્ટ્રેસના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો હતો. પરંતુ હવે જાણવા મળી […]

Uncategorized
nnn રેમો ડિસોઝાની ફિલ્મમાં વરુણ ધવન સાથે ડાન્સ કરશે સારા અલી ખાન!

મુંબઇ,

રેમો ડિસોઝાની ડાન્સ ફિલ્મ ‘એબીસીડી 3’માં વરુણ ધવન સાથે કેટરીના કૈફ જોવા મળવાની હતી, પરંતુ ફિલ્મ ‘ભારત’ના શૂટિંગ માટે તેણે આ ફિલ્મ છોડી દીધી. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મના મેકર્સ દ્વારા કેટરીના દ્રારા ફિલ્મ છોડ્યા પછી જેકલીન ફર્નાંડિસ, કૃતિ સેનન અને શ્રદ્ધા કપૂર જેવી એક્ટ્રેસના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો હતો.

પરંતુ હવે જાણવા મળી રહ્યું છે કે વરુણ સાથે સારા અલી ખાનને કાસ્ટ કરવામાં આવી રહી છે. ભારતની સૌથી મોટી ડાન્સ ફિલ્મમાં નિર્માતા પ્રભુદેવ સિવાય, ધર્મેન્દ્ર યેલાંડે, રાઘવ જુયાલ અને પુનીત પાઠક પણ છે.

Image result for sara ali khan varun dhawan

ફિલ્મનું પ્રથમ શેડ્યૂલ 22 જાન્યુઆરીથી અમૃતસરમાં શરૂ થશે. આ પછી સંપૂર્ણ ટીમ શૂટિંગ માટે લંડન જશે. ફિલ્મ 8 નવેમ્બર 2019 ના રોજ રિલીઝ થશે.

Image result for sara ali khan varun dhawan

ફિલ્મ ‘કેદારનાથ‘થી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર એક્ટ્રેસ સારા અલી ખાનની એક્ટિંગના ખુબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે. કેદારનાથ પછી તેની બીજી ફિલ્મ ‘સિમ્બા’ પણ રિલીઝ થઇ ચુકી છે. સિમ્બા બોક્સ ઓફિસ પર ખુબ ધમાલ મચાવી રહી છે.