Not Set/ બોલીવૂડ/ શાહરૂખ ખાન ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે મળશે જોવા!

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન 2 નવેમ્બરના રોજ પોતાનો 54 મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. ચાહકો આતુરતાથી શાહરૂખના જન્મદિવસની રાહ જોઈ રહ્યા છે, કારણ કે અહેવાલો સૂચવે છે કે તે તેના જન્મદિવસ પર બે મોટા પ્રોજેક્ટની જાહેરાત કરવા જઇ રહ્યા છે. શાહરૂખ ખાન ગયા વર્ષે આનંદ એલ રોયની ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યા હતા. ચાહકો હવે […]

Uncategorized
mahi a 17 બોલીવૂડ/ શાહરૂખ ખાન ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે મળશે જોવા!

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન 2 નવેમ્બરના રોજ પોતાનો 54 મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. ચાહકો આતુરતાથી શાહરૂખના જન્મદિવસની રાહ જોઈ રહ્યા છે, કારણ કે અહેવાલો સૂચવે છે કે તે તેના જન્મદિવસ પર બે મોટા પ્રોજેક્ટની જાહેરાત કરવા જઇ રહ્યા છે. શાહરૂખ ખાન ગયા વર્ષે આનંદ એલ રોયની ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યા હતા. ચાહકો હવે શાહરૂખની ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. અહેવાલો અનુસાર શાહરૂખ ખાન રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.

Image result for shahrukh khan ranbir kapoor alia bhatt

શાહરૂખ ખાન બોલિવૂડના સુપરસ્ટાર ઘણી ફિલ્મોમાં કેમિયો કરી ચુક્યા છે. એક  અહેવાલ મુજબ શાહરૂખ ખાન અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં ખાસ ભૂમિકામાં જોવા મળશે. અહેવાલો અનુસાર, તે ગેસ્ટ અપીયરેન્સ કરશે પરંતુ શાહરૂખનું પાત્ર રણબીરની જર્નીને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા નિભાવશે. શાહરૂખે આ ભૂમિકા માટે ડેટ્સ ડીસાઈડ કરી ચુક્યા છે અને આ વર્ષના અંત પહેલા તેનું શૂટિંગ કરવામાં આવશે.

Image result for shahrukh khan

બ્રહ્માસ્ત્ર તેની સ્ટાર કાસ્ટ અને ટેકનિકને કારણે ચર્ચામાં રહે છે. અગાઉ આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી પરંતુ હવે તે આવતા વર્ષ માટે મુલતવી રાખવામાં આવી છે. અયાન મુખર્જીના જણાવ્યા મુજબ, આ ફિલ્મ પર હજી કામ કરવાનું બાકી છે અને જ્યારે ખાતરી મળશે ત્યારે જ ફિલ્મ રજૂ કરશે.

Image result for shahrukh khan ranbir kapoor alia bhatt

આપને જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને રણબીર કપૂર પહેલીવાર સાથે કામ કરી રહ્યા નથી. શાહરૂખે ફિલ્મ ‘દિલ હૈ મુશકિલ’ માં કેમિયો ભજવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.