Not Set/ બોલીવૂડ/ શાહરૂખ ખાનની કોમેડી એક્શન થ્રિલર ફિલ્મનું આગામી વર્ષે થઇ શકે છે શુટિંગ?

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન છેલ્લે ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યા હતા. ઝીરોમાં અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ શાહરૂખ ખાન સાથે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. શાહરૂખે ઝીરો પછી કોઈ ફિલ્મ સાઇન કરી નથી. શાહરૂખ ખાને તેના 54 માં જન્મદિવસ પર જાહેરાત કરી હતી કે તે કેટલીક સ્ક્રિપ્ટો વાંચી રહ્યા છે અને ટૂંક સમયમાં તેના નવા […]

Uncategorized
Untitled 24 બોલીવૂડ/ શાહરૂખ ખાનની કોમેડી એક્શન થ્રિલર ફિલ્મનું આગામી વર્ષે થઇ શકે છે શુટિંગ?

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન છેલ્લે ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યા હતા. ઝીરોમાં અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ શાહરૂખ ખાન સાથે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. શાહરૂખે ઝીરો પછી કોઈ ફિલ્મ સાઇન કરી નથી. શાહરૂખ ખાને તેના 54 માં જન્મદિવસ પર જાહેરાત કરી હતી કે તે કેટલીક સ્ક્રિપ્ટો વાંચી રહ્યા છે અને ટૂંક સમયમાં તેના નવા પ્રોજેક્ટ વિશે જાહેરાત કરશે. રિપોર્ટ અનુસાર શાહરૂખ કોમિક એક્શન થ્રિલર ફિલ્મમાં જોવા મળશે.

Image result for shahrukh khan ziro

એક અહેવાલ મુજબ શાહરૂખ ખાન મોટા બજેટની કોમિક એક્શન થ્રિલર ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રાજ નિદિમોરૂ અને કૃષ્ણા ડી.કે. કરશે.રિપોર્ટ અનુસાર, ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે.

Image result for shahrukh khan

રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મનું નિર્માણ શાહરૂખ ખાન કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ ભારત અને વિદેશમાં કરવામાં આવશે. એક્શન સિક્વન્સ માટે આંતરરાષ્ટ્રીય ક્રૂને બોલાવવામાં આવશે જે આ ફિલ્મમાં એક્શનની ડીઝાઇન કરશે. હાલમાં, રાજ અને ડી કે સ્ક્રિપ્ટ સમાપ્ત કરી રહ્યા છે અને સ્ક્રિપ્ટને અંતિમ રૂપ આપવાની તૈયારીમાં છે.

ફિલ્મના ટાઈટલ અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ફિલ્મ 2021 માં રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.