મુંબઈ
શાહરૂખ ખાન તેમની અપકમિંગ ફિલ્મ “ઝીરો” ના શૂટિંગમાં વ્યસ્ત છે. માહિતી મળી રહી છે કે કિંગ ખાન 45 દિવસ ફિલ્મ શૂટ માટે યુએસએ જશે અને ત્યાં ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર નાસા ખાતે, ફિલ્મના ખાસ સીન શૂટ કરવામાં આવશે અને શાહરૂખ સાથે અનુષ્કા શર્મા પણ ફિલ્મના શૂટિંગ માટે સાથે જવાની છે.
મળતી માહિતી પ્રમાણે નાસામાં શાહરૂખ ખાન આનંદ એલ. રાઇ ની “ઝરો” ફિલ્મનું ક્લાઇમેક્સ શૂટ કરશે. નાસામાં શૂટિંગ શાહરૂખ ખાન માટે નવું નથી તેમણે 14 વર્ષ અગાઉ પણ “સ્વેદશ” ફિલ્મનું શૂટિંગ અમેરિકામાં કર્યું હતું.
We can chat absolutely anywhere! Love these candid conversations… #zero pic.twitter.com/ygtVyUJH09
— Pooja Dadlani (@pooja_dadlani) May 22, 2018
જણાવી દઈએ કે ફિલ્મમાં શાહરૂખનો રોલ ઘણો અલગ છે. તેમના કરિયરમાં પ્રથમ વખત, તેઓ ફિલ્મમાં “ઠીંગણા” વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મને ખાસ બનાવવા માટે વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં શાહરુખ સિવાય, અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની રિલીઝ ડેટ 21 ડિસેમ્બર 2018 રાખવામાં આવી છે.

