નવી દિલ્લી
બોલીવુડના અભિનેતા શાહિદ કપૂરનો ભાઈ ઇશાન ખટ્ટર ‘ બિયોન્ડ ધ કલાઉડસ ‘ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મને લઈને ઈશાને માત્ર ૧૨ દિવસમાં ૮ કિલો વજન ઉતાર્યું છે.





આ ફિલ્મમાં મુખ્ય હિરોઈનની ભૂમિકામાં માલવિકા મોહનન ચમકી રહી છે. તે મલયાલમ ફિલ્મની હિરોઈન છે.
ફિલ્મ નિર્માતા માજીદ મજીદીની ભારતની ભૂમિ પર આ પ્રથમ ફિલ્મ બિયોન્ડ ધ કલાઉડસ દ્વારા મનોરંજનની દુનિયામાં શ્રીગણેશ કરવા જઈ રહી છે. ઈશાને આ ફિલ્મ માટે પાતળા થવાનું એક મિશનની જેમ લઇ લીધુ હતું. તેવું ફિલ્મના નિર્દેશકેજણાવ્યું હતું.
Majid Majidi's #BeyondTheClouds will now release in India and worldwide on the same date: 20 April 2018… Stars Ishaan Khatter and Malavika Mohanan… Music by AR Rahman. pic.twitter.com/njNx30Qh5W
— taran adarsh (@taran_adarsh) February 15, 2018
ઈશાને દોડ અને સાઈકલિંગ કરીને આટલા કિલો વજન ઉતાર્યું હતુ. ઝી સ્ટુડિયો અને નમાહ પિક્ચર દ્વારા નિર્મિત આ ફિલ્મ દુનિયાભરમાં ૨૦ એપ્રિલના રોજ રીલીઝ થશે.
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઇ ચુક્યું છે. ટ્રેલરમાં ઇશાનની એક્ટિંગ ચોક્કસથી તમારું દિલ જીતી લેશે. ઉપરાંત ફિલ્મમાં હિરોઈન તરીકે માલવિકા મોહનન છે. ફિલ્મની કહાની લવ સ્ટોરી, જિંદગી, મસ્તી અને અપરાધ પર લાગી રહી છે.

તમને જણાવી દઈએ કે, શ્રી દેવીની મોટી પુત્રી જ્હાનવી કપૂર સાથે ફિલ્મ ધડકમાં પણ ઇશાન ખટ્ટર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
