Not Set/ શાહરૂખે આ એક્ટ્રેસ સાથે ફિલ્મ કરવાની હા પાડી, નામ જાણશો તો ચોંકી ઉઠશો…

મુંબઇ, પોતાની ‘ઝીરો’ ફિલ્મને લઇને વ્યસ્ત કિંગ ખાન શાહરૂખ ખાન હવે કંગના રાનૌત સાથે જોડી જગાવી શકે છે. બંનેને સાથે લઇને ફિલ્મ બનાવવા માટેની તૈયારી કરવામાં આવી છે.  કંગના રાનૌતને પોતાની ફિલ્મમાં લેવા માટેનો સંકેત સંજય લીલા દ્વારા આપવામાં આવ્યો છે કે કંગનાએ આ હેવાલને હજુ સુધી સમર્થન આપ્યુ નથી. કંગના હાલમાં પોતાની મણિકર્ણિકા ફિલ્મને […]

Uncategorized
dc 4 શાહરૂખે આ એક્ટ્રેસ સાથે ફિલ્મ કરવાની હા પાડી, નામ જાણશો તો ચોંકી ઉઠશો...

મુંબઇ,

પોતાની ‘ઝીરો’ ફિલ્મને લઇને વ્યસ્ત કિંગ ખાન શાહરૂખ ખાન હવે કંગના રાનૌત સાથે જોડી જગાવી શકે છે. બંનેને સાથે લઇને ફિલ્મ બનાવવા માટેની તૈયારી કરવામાં આવી છે.  કંગના રાનૌતને પોતાની ફિલ્મમાં લેવા માટેનો સંકેત સંજય લીલા દ્વારા આપવામાં આવ્યો છે કે કંગનાએ આ હેવાલને હજુ સુધી સમર્થન આપ્યુ નથી. કંગના હાલમાં પોતાની મણિકર્ણિકા ફિલ્મને લઇને વ્યસ્ત છે. શાહરૂખ ઝીરો ફિલ્મને લઇને વ્યસ્ત છે.  સંજય લીલા પ્રથમ વખત આ જોડીને એક સાથે ચમકાવવા જઇ રહ્યા છે.

Image result for kangana ranaut

શાહરૂખ ખાને કહ્યુ છે કે કંગના જો ફિલ્મમાં રહેશે તો વધારે સારી બાબત રહેશે. કંગનાની એક્ટિંગ કુશળતાથી તમામ લોકો પ્રભાવિત છે. તે બોલિવુડમાં મોટી સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. શાહરૂખ ખાન અને સંજય લીલા 16 વર્ષ અગાઉ ફિલ્મ ‘દેવદાસ’માં સાથે કામ કરી ચુક્યા છે. આ ફિલ્મ ઓસ્કારમાં સ્થાન મેળવી ગઇ હતી. ફિલ્મમાં શાહરૂખ ખાને યાદગાર ભૂમિકા અદા કરી હતી. હવે શાહરૂખખાનને લઇને સંજય લીલા ફરી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે.

Related image

આ સંબંધમાં કિંગ શાહરૂખ ખાને માહિતી આપતા કહ્યુ છે કે સંજય લીલા દ્વારા તેને બે પટકથા આપવામાં આવી છે. જે પૈકી કઇ પટકથા પર ફિલ્મ બનાવવામાં આવનાર છે તે બાબત હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. શાહરૂખે કહ્યુ છે કે તે સંજય લીલાની સાથે ચોક્કસપણે કામ કરવા માટે ઇચ્છુક છે. છેલ્લા મહિનામાં કેટલાક પ્રોજેક્ટ પર વાત થઇ છે. પરંતુ ડેટને લઇને સમસ્યા અકબંધ રહી છે. છતાં નવા પ્રોજેક્ટ પર ટુક સમયમાં કામ શરૂ કરવામાં આવનાર છે. કાસ્ટિંગને લઇને હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. કંગનાને ફિલ્મમાં લેવામાં આવશે તો બાબત શાનદાર રહેશે.