Not Set/ શમ્મી કપૂરના હીટ સોંગ “બદન પે સિતારે લપેટે હું” નું રિમિક કરશે અનીલ કપૂર

મુંબઈ અનિલ કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ “ફન્ને ખા” 3 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં અત્યાર સુધી જેટલા પણ સોંગ રિલીઝ કરવામાં આવ્યા છે તેને  દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. હાલ સમાચાર એ છે કે આગામી સોંગ ઘણું ખાસ હશે. આ ગીત શમ્મી કપૂરની ફિલ્મ “પ્રિન્સ”નું “બદન પે સિતારે લપેટે હું”નું […]

Entertainment
mahi શમ્મી કપૂરના હીટ સોંગ "બદન પે સિતારે લપેટે હું" નું રિમિક કરશે અનીલ કપૂર

મુંબઈ

અનિલ કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ “ફન્ને ખા” 3 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં અત્યાર સુધી જેટલા પણ સોંગ રિલીઝ કરવામાં આવ્યા છે તેને  દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. હાલ સમાચાર એ છે કે આગામી સોંગ ઘણું ખાસ હશે. આ ગીત શમ્મી કપૂરની ફિલ્મ “પ્રિન્સ”નું “બદન પે સિતારે લપેટે હું”નું રીક્રીએડ વર્ઝન હશે. આ સોંગના વિડીયોમાં તમને અનિલ કપૂર જોવા મળશે.

જો કે, ખાસ બાબત એ છે કે ગીતના વાસ્તવિક સંગીત અને લિરિક્સ સાથે કોઈ ચેડા કરવામાં નથી. રીક્રીએટેડ વર્ઝનમાં ફક્ત એટલો જ ફરક હશે કે સોંગ ગાવા વાળા ગાયકનો અવાજ અલગ હશે.જણાવીઈએ કે, વાસ્તવિક ગીત મોહમ્મદ રફી દ્વારા ગાયું હતું અને તે શમ્મી કપૂર અને વૈજંતીમાલા પર ફિલ્માવવામાં આવ્યું હતું. ફિલ્મ “ફન્ને ખા”ના આ રીક્રીએટેડ સોંગમાં અનિલ કપૂર શમ્મીના થોડાક આઇકોનિક ડાન્સ મુવ્સ પણ કરતા જોવા મળશે.

ફિલ્મના દિગ્દર્શક અતુલ માંજરેકરે જણાવ્યું હતું કે ફિલ્મમાં અનિલનું પાત્ર ઓર્કેસ્ટ્રા ગાયકનું છે. એક માણસ જે મોહમ્મદ રફી અને શમ્મી કપૂરની ભગવાન તરીકે પૂજા કરે છે. અતુલ કહે છે કે, “આ તેમનું પ્રિય ગીત છે. ગીતના વિડીયોમાં અનિલ કપૂર શમ્મી કપૂરની ખાસ ડાન્સ મુવ્સ જોવા મળશે. ” ફન્ને ખા” એક મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ છે.