Not Set/ સિમ્બામાં સિંઘમ, શું છે રણવીર સિંહની ફિલ્મમાં અજય દેવગનનો રોલ?

મુંબઇ, હિટ ફિલ્મોની લાઈન લગાવનાર ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના અજય દેવગન પ્રિય સ્ટાર છે. બંનેએ મળીને સાથે ઘણી સુપરહીટ ફિલ્મો આપી છે. હાલ રોહિત ‘સિમ્બા’ નામની મૂવી બનાવી રહ્યા છે જેમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં રણવીર સાથે સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન પણ છે. ‘સિમ્બા’માં રણબીર સિંહ પોલીસ […]

Uncategorized
eeww સિમ્બામાં સિંઘમ, શું છે રણવીર સિંહની ફિલ્મમાં અજય દેવગનનો રોલ?

મુંબઇ,

હિટ ફિલ્મોની લાઈન લગાવનાર ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના અજય દેવગન પ્રિય સ્ટાર છે. બંનેએ મળીને સાથે ઘણી સુપરહીટ ફિલ્મો આપી છે. હાલ રોહિત ‘સિમ્બા’ નામની મૂવી બનાવી રહ્યા છે જેમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં રણવીર સાથે સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન પણ છે.

‘સિમ્બા’માં રણબીર સિંહ પોલીસ ઓફિસરની ભૂમિકામાં છે. પોલીસ ઓફિસરની ભૂમિકા લઈને રોહિત ‘સિંઘમ’ અને ‘સિંઘમ રિટર્ન્સ’ બનાવી ચુક્યા છે. આ બંને ફિલ્મોમાં, અજય દેવગન મુખ્ય ભૂમિકામાં હતા અને તેમણે સિંઘમની રૂપમાં એક સુંદર ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ઘણા રાજ્યોમાં પોલીસ અધિકારીઓને બતાવવામાં આવી હતી જેથી તેઓ સિંઘમના પાત્રથી પ્રેરણા લઈ શકે.

1537450938 8786 સિમ્બામાં સિંઘમ, શું છે રણવીર સિંહની ફિલ્મમાં અજય દેવગનનો રોલ?

હવે અજય વગર રોહિતનું મન માનતું નથી તેથી રોહિતે અજયને ‘સિમ્બા’ માં નાની ભૂમિકા ભજવા માટે મનાવી લીધા છે. સાથે ગોલમલાની ટીમના કેટલાક સભ્યો પણ જોવા મળી શકે છે.

સિમ્બામાં અજયની ભૂમિકા શું છે? ફિલ્મ સાથે જોડાયેલા સુત્રો કહે છે કે અજય પોલીસ અધિકારીની ભૂમિકામાં છે. તે શક્ય છે કે તેઓ સિંઘમની જ ભૂમિકા ભજવશે.

1419851659 1074 સિમ્બામાં સિંઘમ, શું છે રણવીર સિંહની ફિલ્મમાં અજય દેવગનનો રોલ?

ફિલ્મમાં એક જગ્યાએ બતાવવામાં આવશે કે સિમ્બા એટલે કે રણવીર સિંહ કન્ફયુઝ થઇ ગયો છે.તે સમજી શકતો નથી કે આગળ શું કરવું. આવી પરિસ્થિતિમાં, સિંઘમ આગળ આવશે અને તેને રસ્તો બતાવશે. સાથે  અજયનો એક જોરદાર એક્શન સીન પણ હશે. જે તેના ચાહકોને ખુશ કરી દેશે. અજયનો રોલ ભલે નાનો હોય પણ જબરદસ્ત હશે. તો હવે રાહ જોવો સિમ્બામાં સિંઘમની.