ફેમિના મિસ ઇન્ડિયા 2019 નો તાજ રાજસ્થાનની સુમન રાવ માથે સજાવામાં આવ્યો છે. સુમન રાવના માથે તાજ મિસ ઇન્ડિયા 2018ની વિનર અનુકૃતિ દાસે પહેરાવ્યો હતો. જણાવીએ કે મુંબઈના સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમમાં યોજાયેલ મિસ ઇન્ડિયા સ્પર્ધામાં એક્ટ્રેસ હુમ કુરૈશી, ચિંત્રગંદા સિંહ, રેમો ડિસૂઝા, વીકી કૌશલ, આયુષ શર્મા, મિસ વર્લ્ડ 2018 વેનેસા પોંસ, શહાને પિકોક અને મુકેશ છાબરા હાજર રહ્યા હતા.
https://www.instagram.com/p/Byf3R37Jlpu/?utm_source=ig_embed
સુમને ચાર્ડેડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કર્યો છે. સુમનું કહેવું છે કે જીવનમાં એવી બાબતો કરવાની હિંમત પણ રાખે છે જે લોકો અનિશ્ચિત માને છે. સુમનને તેના માતા-પિતા જીવનમાં સૌથી વધુ પ્રભાવિત કરે છે. મિસ ઇન્ડિયા 2019 ના તાજ જીતનારી સુમન કહે છે કે આ તેના માટે સૌથી મોટી સિદ્ધિ છે. શું તમે જાણો છો કે મિસ ઇન્ડિયા સુમન વર્ષ 2018 ના પ્રથમ રનર અપ રહી હતી.
https://www.instagram.com/p/ByIvMt3pMAa/?utm_source=ig_embed
ફેમિના મિસ ઇન્ડિયા 2019 ની સ્પર્ધામાં કુલ 30 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ખાસ સાંજે કરણ જોહર, મનીષ પોલ અને પૂર્વ મિસ વર્લ્ડ અને મિસ ઇન્ડિયા મનુશી છિલ્લરે હોસ્ટ કરી હતી. વર્ષ 2018 ની ઇવેન્ટ વિશે વાત કરીએ તો તમિલનાડુની અનુકૃતિ દાસે મિસ ઇન્ડિયાનો તાજ જીત્યો હતો. સુમન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે. આ સ્પર્ધા જીત્યાથી લઈને તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બાયોમાં 2018 માં પ્રથમ રનરની વાત લખી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
