સની લીયોનીની સાઉથ ઈન્ડીયન ફિલ્મ ‘વીરમાદેવી’નું પ્રથમ પોસ્ટરને રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટર સની લીયોનીએ તેના વૈરીફાઈડ ટ્વીટર હેન્ડલ સાથે શેર કર્યું છે. સનીએ તેના ટ્વીટર પર આ પોસ્ટ શેર કરતા લખ્યું છે કે “હું આ પોસ્ટર તમારા સાથે શેર કરવા માટે ઘણી આતુર હતી. ‘વીરમાદેવી’ ફર્સ્ટ લુક પોસ્ટર.સની લીયોની પોસ્ટરમાં એક યોદ્ધા તરીકે જોવા મળી રહી છે. જે યુદ્ધના ક્ષેત્રમાં ઘોડો પર સવાર છે.
So beyond excited to share this with you! First look poster of #veeramadevi #veeramahadevi #veermahadevi @steevescorner#veeramadevifirstlook#veeramahadevifirstlook pic.twitter.com/wYxzUp7Oft
— Sunny Leone (@SunnyLeone) May 18, 2018
આપને જણાવી દઈએ કે તમિલ-તેલુગુ ભાષામાં બનાવવામાં આવેલ આ ફિલ્મ મલયાલમ, કન્નડ અને હિન્દીમાં પણ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. આ પહેલા સની સાઉથ ઈન્ડીયન ફિલ્મોના સોંગમાં નજર આવી ચુકી છે. પરંતુ આ પહેલી સાઉથ ઈન્ડીયન ફિલ્મ છે કે જેમાં સની લીડ ભૂમિકામાં જોવા મળશે.ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. માહિતી મળી રહી છે કે નિર્દશક વી.સી. વાડીવુડયાન આ ફિલ્મ પર ઘણા પૈસા ખર્ચી રહ્યા છે. આ ફિલ્મમાં ઉચ્ચ ગુણવત્તાના વિઝુયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પહેલા પણ પિરિયડ ડ્રામા ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી કામગીરી કરી ચુકી છે.
