મુંબઇ,
સુષ્મિતા સેન હાલ તેનો સંપૂર્ણ સમય પુત્રીઓ અને 15 વર્ષ નાના બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે પસાર કરી રહી છે. સુષ્મિતા સેન ઘણી વખત તેમની દીકરીઓ સાથે મસ્તી કરતા વીડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે પરંતુ આજકાલ તેઓ બોયફ્રેન્ડ રોહમન શોલ સાથેના વીડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે.
સુષ્મિતા સેને થોડા દિવસ પહેલા રોહમન સાથે એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણી કસરત કરતી વખતે સ્પર્ધા કરતી હતી. પરંતુ હવે રોહમન સુષ્મિતા સેન પુત્રીઓ સાથે ક્વાલીટી સમય વિતાવતા જોવા મળી રહ્યા છે. દિવાળીના પસંગે સુષ્મિતા સેને આ તસ્વીરો શેર કર્યા છે.
https://www.instagram.com/p/Bp2dQe_H0lZ/?utm_source=ig_embed
સુષ્મિતા સેને તેમના ઈન્સ્ટાગ્રામ પર વીડીયો શેર કર્યો ચ્ચે જેમાં તેઓ તેમની દીકરીઓ અને બોયફ્રેન્ડ સાથે જોવા મળી રહી છે. સુષ્મિતા રોહમન સાથે ખુબ જ રોમાંટિક અંદાજમાં નજરે પડી રહ્યા છે. આમ પણ સુષ્મિતા અને રોહમનની કેમિસ્ટ્રી જામી રહી છે.
https://www.instagram.com/p/Bp2bmnTHhR3/?utm_source=ig_embed
રોહમન શોલ સુપરમોડેલ્સ છે. આપને જાણીએ કે સુષ્મિતા સેન અને રોહમન વચ્ચે આશરે 15 વર્ષનું અંતર છે. સુષ્મિતા 42 વર્ષની છે જ્યારે રોહમન 27 વર્ષનો છે.
https://www.instagram.com/p/Bp2gU0Qn07D/?utm_source=ig_embed
