Not Set/ તનુશ્રીએ કહ્યું કે સલમાન ભગવાન નથી, મલાઈકા અરોરાનો મળ્યો સપોર્ટ

મુંબઈ અભિનેત્રી તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદમાં મલાઈકા અરોરાએ તનુશ્રી દત્તાને સપોર્ટ કરતા કહ્યું કે મને આ મામલામાં જ્યારે લોકો દ્વારા  પૂછવામાં આવે છે કે તનુશ્રી 10 વર્ષ પછી કેમ બોલી રહી છે, તો હું  ખૂબ જ અપસેટ થઈ જાઉ છું. મલાઈકા અરોરા ઇચ્છે છે કે આ મામલામાં લોકો ખૂબ જ સારી રીતે તનુશ્રીનો […]

Uncategorized
rro તનુશ્રીએ કહ્યું કે સલમાન ભગવાન નથી, મલાઈકા અરોરાનો મળ્યો સપોર્ટ

મુંબઈ

અભિનેત્રી તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદમાં મલાઈકા અરોરાએ તનુશ્રી દત્તાને સપોર્ટ કરતા કહ્યું કે મને આ મામલામાં જ્યારે લોકો દ્વારા  પૂછવામાં આવે છે કે તનુશ્રી 10 વર્ષ પછી કેમ બોલી રહી છે, તો હું  ખૂબ જ અપસેટ થઈ જાઉ છું. મલાઈકા અરોરા ઇચ્છે છે કે આ મામલામાં લોકો ખૂબ જ સારી રીતે તનુશ્રીનો સાથ આપે.

Image result for malaika arora tanushree dutta in hindi news

મલાઈકા કહે છે કે, હું તનુશ્રી દત્તાવાળા સમગ્ર મામલાને સારી રીતે ફોલો કરી રહી છું. દરેક વ્યક્તિનો આ મામલામાં પોતાનો એક વિચાર છે, પણ આ સમગ્ર મામલામાં જે લોકો એ પૂછે છે કે તનુશ્રી આ વાત 10 વર્ષ બાદ કેમ કહી રહી છે, આ વાત મને ખૂબ જ અપસેટ કરી દે છે. હું જાણું છું કે 10 વર્ષ પહેલા પણ તનુશ્રી દત્તાએ આ મામલામાં આજ પ્રકારની વાત કરી હતી, કદાચ ત્યારે કોઈએ સાંભળ્યુ નહતુ. આજે એક એવો માહોલ છે અને જાગરુક્તા છે લોકો વાતોને સાંભળી રહ્યા છે.

Image result for malaika arora tanushree dutta in hindi news

આ મામલામાં સમાજનું મગજ બદલવુ ખૂબ જ જરુરી છે. મલાઈકાએ જણાવ્યુ કે, કોઈ મહિલાનુ આ પ્રકારના મામલામાંખુલીને ફરીયાદ કરવી બિલકુલ પણ સરળ નથી. હું એવી ઘણી બધી મહિલાઓને જાણુ છું જેની સાથે બિલકુલ આવી જ ઘટના બની છે, પરંતુ તે દુનિયાની સમક્ષ નથી બોલી રહી પરંતુ તે વિચારતી હશે કે લોકો શું કહેશે? લોકોની પ્રતિક્રિયાનો ડર તેમના મગજમાં હંમેશા હોય છે, જેના કારણે તે પોતાની વાત ક્યારેય નથી કરી શકતી.