Not Set/ પહેલી દિવ્યાંગ માઉન્ટ એવરેસ્ટ વિજેતા અરૂણિમા પર બાયોપીક બનશે

મુંબઇ જાણીતા નિર્માતા કમલ જૈન માઉન્ટ એવરેસ્ટને જીતવાવાળી પ્રથમ ભારતીય દિવ્યાંગ મહિલા અરુણિમા સિન્હા પર બાયોપિક બનાવવાની પ્લાનિંગ કરી રહ્યા છે.આ ફિલ્મ માટે ઇન્ડસ્ટ્રીઝમાં ચર્ચા કરવામાં આવી રહી છે કે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે કંગના રનૌત અને કૃતિ સેનને અપ્રોચ કરી શકાય છે. હાલ તો  કમલ અને તેની ટીમ અરુણિમાની જર્ની પર સંશોધન કરી રહ્યા છે. […]

Uncategorized
mmkl e1532510690176 પહેલી દિવ્યાંગ માઉન્ટ એવરેસ્ટ વિજેતા અરૂણિમા પર બાયોપીક બનશે

મુંબઇ

જાણીતા નિર્માતા કમલ જૈન માઉન્ટ એવરેસ્ટને જીતવાવાળી પ્રથમ ભારતીય દિવ્યાંગ મહિલા અરુણિમા સિન્હા પર બાયોપિક બનાવવાની પ્લાનિંગ કરી રહ્યા છે.આ ફિલ્મ માટે ઇન્ડસ્ટ્રીઝમાં ચર્ચા કરવામાં આવી રહી છે કે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે કંગના રનૌત અને કૃતિ સેનને અપ્રોચ કરી શકાય છે. હાલ તો  કમલ અને તેની ટીમ અરુણિમાની જર્ની પર સંશોધન કરી રહ્યા છે.

kangana ranaut kriti sanon के लिए इमेज परिणाम

તાજેતરમાં મુલાકાત દરમિયાન કમલએ જણાવ્યું હતું કે આ ફિલ્મ વિશે હજુ સુધી કોઇ અધિકૃત જાહેરાત કરવામાં નથી આવી. અમે હાલ ફિલ્મના નિર્માણ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. જયારે બધું જ ફિક્સ થઇ જશે. ત્યારે અમે આ વિશે જાહેરત કરી દઈશું.

ઉલ્લેખનીય છે કેઆ બાયોપિક પહેલા જાણીતા દિગ્દર્શક હંસલ મેહતાએ આ વિષય પર ફિલ્મ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેઓ અરુણિમાથી ફિલ્મ બનાવવાનો રાઈટ્સ લેવાની પ્રોસેસ શરૂ કર્યા બાદતેમણે કોઈ કારણસર આ વિચારને ડ્રોપ કરી નાખ્યો હતો.

અરુણિમા સિંહા વિશે જણાવીએ…

30 વર્ષની અરુણિમા સિન્હા નેશનલ સ્તરની વોલીબોલ ખેલાડી હતી. 2011 માં એક કમનસબી બનાવમાં કેટલાક લુંટારાઓએ અરૂણિમાને ટ્રેનમાંથી બહાર ફેંકી દીધા હતા.આ કરૂણ બનાવમાં અરુણિમાએ તેના પગ ગુમાવી દીધા હતા.જો કે પગ ગુમાવ્યા પછી પણ અરૂણિમા હિમ્મત નહોતા હાર્યા અને 21 મે2013 ના રોજતે માઉન્ટ એવરેસ્ટ બનનારા પ્રથમ ભારતીય બન્યા હતા. 2015 માં અરુણિમાને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.