Not Set/ આ તારીખે આવી રહી છે કોમેડી સિરિયલ ‘ ખીચડી’ ની ત્રીજી સીરિઝ

કોમેડી શો ખીચડીની ત્રીજી સીઝન ફરીથી આવી રહી છે. આ શો ૧૪ એપ્રિલથી ટીવીમાં જોવા મળશે. આ શોની પ્રથમ સીઝન ૨૦૦૨માં આવી હતી અને ત્યારબાદ બીજી સીઝન પણ આવી ચુકી છે. દર્શકો તરફથી આ શો ને સારો એવો પ્રતિભાવ મળ્યો હતો આથી તેની ત્રીજી સીઝન પણ તમને પેટ પકડીને ખડખડાટ હસાવવા માટે આવી રહી છે. […]

Entertainment

કોમેડી શો ખીચડીની ત્રીજી સીઝન ફરીથી આવી રહી છે. આ શો ૧૪ એપ્રિલથી ટીવીમાં જોવા મળશે. આ શોની પ્રથમ સીઝન ૨૦૦૨માં આવી હતી અને ત્યારબાદ બીજી સીઝન પણ આવી ચુકી છે. દર્શકો તરફથી આ શો ને સારો એવો પ્રતિભાવ મળ્યો હતો આથી તેની ત્રીજી સીઝન પણ તમને પેટ પકડીને ખડખડાટ હસાવવા માટે આવી રહી છે.

શો ના નિર્માતાના જણાવ્યા પ્રમાણે, આ શો આઈપીએલ મેચ જોડે  જ શરુ થઇ રહ્યો છે. આથી દર્શકોને જો જરાક પણ મેચ કંટાળાજનક લાગશે તો તેઓ કોમેડી શો ને જોવાનું પસંદ કરશે અને નવા દર્શકોનો પણ ઉમેરો થઇ જશે.

તમને જણાવી દઈએ કે આ શો માં કોઈ નવા સ્ટારકાસ્ટ જોવા નહિ મળે. શોમાં સુપ્રિયા પાઠક, અનંગ દેસાઈ, વંદના પાઠક, યશ મિત્તલ, રાજીવ મહેતા અને જે. ડી મજીઠીયા જોવા મળશે. આ ઉપરાંત દીના પાઠક, રેણુકા શહાણે, દીપશિખા નાગપાલ અને રત્ના પાઠક પણ જોવા મળશે.

તમને જણાવી દઈએ કે, આ સિરિયલની પ્રથમ સીરીઝ ખીચડી સ્ટાર પ્લસ પર ૧૦ સપ્ટેમ્બર ૨૦૦૨ના રોજ ટેલિકાસ્ટ થઇ હતી. ત્યારબાદ તેની બીજી સીરીઝ ઇન્સટન્ટ ખીચડી’ 2005થી 2006 દરમિયાન ટેલિકાસ્ટ થઈ હતી.

વર્ષ ૨૦૧૨માં હેટ્સ ઓફ પ્રોડક્શનએ ખીચડી-ધ મૂવી પણ બનાવી હતી જે લોકોને ખુબ રસ પડી હતી.