Not Set/ મહાત્મા ગાંધીને આ 5 કલાકારોએ કર્યા રૂપેરી પડદે જીવંત

સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ… 1954માં આવેલ સત્યેન બોસની ફિલ્મ જાગૃતિનું આ ગીત મહાત્મા ગાંધીની વિચારધારા અને જીવનને સમજવા માટે પુરતુ છે. બ્રિટિશ હુકુમતના પંજાથી ભારત માતાને આઝાદ કરવાની લડાઈમાં જયારે યુવાનોએ બોમ્બ અને બંદૂકનો સહારો લીધો ત્યારે મહાત્મા ગાંધીએ અહિંસાના પ્રયોગથી બ્રિટિશ સામ્રાજ્યને હલાવી દીધું હતું. અત્યાચારનો જવાબ અહિંસાથી આપવાની અનોખી વિચારધારાએ ગાંધીજીને માત્ર […]

Uncategorized
aaaa 14 મહાત્મા ગાંધીને આ 5 કલાકારોએ કર્યા રૂપેરી પડદે જીવંત

સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ… 1954માં આવેલ સત્યેન બોસની ફિલ્મ જાગૃતિનું આ ગીત મહાત્મા ગાંધીની વિચારધારા અને જીવનને સમજવા માટે પુરતુ છે.

બ્રિટિશ હુકુમતના પંજાથી ભારત માતાને આઝાદ કરવાની લડાઈમાં જયારે યુવાનોએ બોમ્બ અને બંદૂકનો સહારો લીધો ત્યારે મહાત્મા ગાંધીએ અહિંસાના પ્રયોગથી બ્રિટિશ સામ્રાજ્યને હલાવી દીધું હતું.

અત્યાચારનો જવાબ અહિંસાથી આપવાની અનોખી વિચારધારાએ ગાંધીજીને માત્ર હિન્દુસ્તાનના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના નેતા બનાવી દીધા હતા. સાબરમતીના આ સંતનો પ્રભાવ દાયકાઓ પછી પણ જોવા મળે છે.

આ જ કારણ છે કે ગાંધીજીના કિરદાર પર અલગ-અલગ સમયે ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મ બનાવી છે.આજે મહાત્મા ગાંધીના જન્મદિવસ પર એવા 5 કલાકારોની ચર્ચા કરીએ કે જેમણે બાપુને પડદા પર જીવિત કર્યા છે.

બેન કિંગ્સલે

સંજોગો પણ કેવા છે, બ્રિટીશ શાસન સામે, હિન્દુસ્તાને સ્વતંત્રતાની સૌથી લાંબી લડાઇ લડ્યા, તે જ દેશના કલાકારે સિનેમાં પડદા પર મહાત્મા ગાંધીના પાત્રને અમર બનાવ્યું. 1982માં  રિચર્ડ એટનબરોની ફિલ્મ ‘ગાંધી’માં મોહનદાસ કરમચંદ ગાંધીના પાત્ર બેન કિંગ્સલે દ્વારા ભજવવામાં આવ્યું હતું. બેન કિંગ્સલેએ આ પાત્રને એવું આબેહુબ ભજવ્યું કે તેમને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. રસપ્રદ વાત એ છે કે બેન કિંગ્સલેના પિતા રાહિમતાલા હાજી ભાઈજી ભારતીય મૂળના ગુજરાતી હતા, જ્યારે મધર એના લેના મેરી બ્રિટિશ હતા. બેનનું જન્મ નામ કૃષ્ણ પંડિત ભાઈજી છે.

Image result for ben kingsley on gandhi

દિલીપ પ્રભાવકર

સંજય દત્તની કરિયરમાં સૌથી યાદગાર ફિલ્મોમાં ‘લગે રહો મુન્નાભાઈ’ ફિલ્મનો સમાવેશ થાય છે. રાજકુમાર હિરાની દ્રારા નિર્દેશિત આ ફિલ્મમાં મહત્મા ગાંધીજીની સલાહને હળવી રીતે રજુ કરવામાં આવી હતી અને ‘ગાંધીગીરી’ના કોન્સેપ્ટે સમગ્ર દેશમાં લોકપ્રિયતા મેળવી હતી. મુવીમાં સંજય દત્ત અને અરશદ વારસી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને મરાઠી એક્ટર દિલીપ પ્રભાવકરને ગાંધી બનીને ફિલ્મને એક અલગ લેવલ આપ્યું હતું.

Image result for dilip prabhavalkar in lage raho munna bhai

દર્શન જરીવાલા

ફિરોઝ અબ્બાસ ખાનની ફિલ્મ ‘ગાંધી: માય ફાધર’ માં દર્શન જરીવાલાએ બાપુની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ગાંધી અને તેમાં પુત્ર હરિલાલ ગાંધીના સંબંધ પર આધરિત હતી. આ ફિલ્મનું નિર્માણ અનિલ કપૂરે કર્યું હતું અને ગાંધીજીના પુત્રની ભૂમિકા અક્ષય ખન્નાએ નિભાવી હતી. એક પિતા અને રાષ્ટ્રપિતાના વચ્ચેના કિરદારને નિભાવ બદલ દર્શન જરીવાલાના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. તેમને બેસ્ટ સ્પોર્ટીંગ એક્ટર માટે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Image result for Darshan jariwala gandhi mt frathr

રજીત કપૂર

1996માં રિલીઝ થયેલી શ્યામ બેનેગલની ફિલ્મ ‘ધ મેકિંગ ઓફ મહાત્મા’માં ગાંધીજીની ભુમિકા રજીત કપૂરે નિભાવી હતી. આ ફિલ્મનું નિર્માણ ભારત અને સાઉથ આફ્રિકાની ફિલ્મ કંપનીઓએ મળીને કર્યું હતું. આ ફિલ્મમાં મોહનદાસ કરમચંદ ગાંધીના મહાત્મા ગાંધી બન્યા સુધીની સફર પર બતાવવામાં આવી છે. સાઉથ આફ્રિકામાં ગાંધીજીના 21 વર્ષના પ્રવાસ પર આ સ્ટોરી બની છે. ‘ધ મેકિંગ ઓફ મહાત્મા’ ફાતિમા મીરની પુસ્તક The Apprenticeship of a Mahatma પર આધારિત  હતી. મહાત્મા ગાંધીના કિરદારમાં તેમના વ્યક્તિત્વને બારીક રીતે ઉતારવા માટે રજીત કપૂરને બેસ્ટ એક્ટરનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો.

rajit મહાત્મા ગાંધીને આ 5 કલાકારોએ કર્યા રૂપેરી પડદે જીવંત

નસીરુદ્દીન શાહ

વેટરન એક્ટર કમલ હાસનની ફિલ્મ ‘હે રામ’માં મહત્મા ગાંધીની ભૂમિકા નિભાવવાની તક વધુ એક દિગ્ગજ એક્ટર નસીરુદ્દીન શાહને મળી હતી. આ ફિલ્મનું નિર્માણ-નિર્દેશન કમલ હાસનને જ કર્યું હતું અને ફિલ્મમાં તેમને મુખ્ય કિરદાર પણ નિભાવ્યો હતો. ‘હે રામ’ની સ્ટોરી મહાત્મા ગાંધીના નાથૂરામ ગોડસ દ્રારા હત્યા અને તેમની સાજીશ પર આધારિત હતી. શાહરૂખ ખાને આ ફિલ્મમાં કીમિયો કર્યું હતું.

naseer%20gandhi મહાત્મા ગાંધીને આ 5 કલાકારોએ કર્યા રૂપેરી પડદે જીવંત

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.