મુંબઇ
ચાલુ વર્ષે ‘પદ્માવત’ અને ‘દાસદેવ’ જેવી ફિલ્મોમાં નજરે પડી ચુકેલ અભિનેત્રી અદિતી રાવ હૈદરીનું કહેવુ છે કે તેને હજી બોલીવુડમાં અસલામતીનો અનુભવ થાય છે. બોલીવુડમાં પોતાની કેરિયરના 7 વર્ષ પૂર્ણ કરી ચુકેલ અભિનેત્રી અદિતિ રાવ હૈદરીનું કહેવું છે કે, તેને હજુ પણ બોલીવુડમાં બહારની વ્યક્તિ જેવો જ અનુભવ થાય છે.
પોતાના ફિલ્મી કેરીયરમાં સફળતા અને નિષ્ફળતા બન્નેનો સ્વાદ ચાખી ચુકેલ અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ બોલીવુડમાં પોતાની એક ઓળખ બનાવી છે. તેના પરિવારના દુર સુધી બોલીવુડથી કોઈ લેવા દેવા નથી.
અદિતિની પહેલી ફિલ્મ ઓમપ્રકાશ મેહરીની દિલ્લી-6 હતી, પરંતુ આ ફિલ્મને બોલીવુડમાં કોઈ ખાસ સફળતા મળી નહતી. ત્યારબાદ અદિતી રાવ હૈદરીએ યે સાલી જીંદગી ફિલ્મથી ફરી એકવાર બોલીવુડમાં પોતાની જગ્યા બનાવવાની કોશિશ કરી હતી.
આ ફિલ્મથી અભિનેત્રી અદિતી રાવે ફિલ્મી પ્રશંસકોની વાહવાહી મેળવી હતી. જાકે, ત્યારબાદ ભૂમિ, ‘પદ્માવત’ ફિલ્મમાં તેના અભિનયની પ્રશંસા થઈ હતી.
