મુંબઈ
બોલીવુડ અભિનેતા આમિર ખાન લાંબા સમયથી પોતાનું એક સપનાનાં પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ્સ કોઈ મુવીનો નહીં પરંતુ તેમના ઘરનો છે. જો કે આ સપનું પૂર્ણ થવા જઈ રહ્યું છે.
મુંબઈના પાલી હિલમાં મરીના બિલ્ડીંગમાં તેમનો એક ફ્લેટ છે. આમિર લાંબા સમયથી આ ફલેટમાં પરિવર્તન કરવાનું વિચારી રહ્યા હતા. તેમને ઘરમાં નવી સીડી બનાવવાની હતી. ફલેટમાં ફેરફાર કરવું કામ શરૂ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ બીએમસીએ કામ પર પ્રતિબંધ મૂક્યો.
જો કે હવે આ મામલે આમિર ખાનને BMC દ્વારા લીજી ઝંડી આપવામાં આવી છે.
એક રિપોર્ટ અનુસાર, આમીરના આર્કિટેક્ચર અમિત સપ્રે દ્વારા આઈઆઈટી બોમ્બે દ્વારા જાહેર એક લેટર બીએમસીને આપવામાં આવ્યો છે. આ લેટરમાં જણાવ્યું હતું કે, આમિરના ફ્લેટમાં કરવામાં આવી રહેલા બદલાવથી બિલ્ડીંગ અસુરક્ષિત થાય નહિ.
અહેવાલમાં જણાવ્યા અનુસાર, કેસ પર બીએમસી દ્વારા આમિરને લીલી ઝંડી પણ મળી ગઈ છે. હવે તેઓ પોતાનું ડ્રીમ હોમ બનાવી શકે છે.
