Not Set/ મોટી ઉંમરની મહિલા ગર્ભવતી બને ત્યારે કેવી સ્થિતિ સર્જાય..જુઓ ‘બધાઇ હો’ નું આ ટ્રેલર

મુંબઇ આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘બધાઈ હો‘ નું  ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. મુવીનું ટ્રેલર જોઈને લાગે છે કે ફરી એક વાર એવી સ્ટોરી દર્શકોની સામે આવી રહી છે જેને લઈને દર્શકો લોટપોટ થઇ જશે. આ ફિલ્મનું નિર્દેશન અમિતા શાહ દ્રારા કરવામાં આવ્યું છે.ફિલ્મમાં આયુષ્માન સાથે દંગલ ગર્લ સાન્યા મલ્હોત્રા પણ છે. આ પહેલીવાર નથી કે જયારે આયુષ્માન […]

Uncategorized
89 મોટી ઉંમરની મહિલા ગર્ભવતી બને ત્યારે કેવી સ્થિતિ સર્જાય..જુઓ ‘બધાઇ હો’ નું આ ટ્રેલર

મુંબઇ

આયુષ્માન ખુરાનાની ફિલ્મ બધાઈ હો‘ નું  ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. મુવીનું ટ્રેલર જોઈને લાગે છે કે ફરી એક વાર એવી સ્ટોરી દર્શકોની સામે આવી રહી છે જેને લઈને દર્શકો લોટપોટ થઇ જશે. આ ફિલ્મનું નિર્દેશન અમિતા શાહ દ્રારા કરવામાં આવ્યું છે.ફિલ્મમાં આયુષ્માન સાથે દંગલ ગર્લ સાન્યા મલ્હોત્રા પણ છે.

આ પહેલીવાર નથી કે જયારે આયુષ્માન ખુરાના અને દંગલ ગર્લ સાન્યા મલ્હોત્રા કોઈ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. આ મૂવીની સ્ટોરી શાંતનું શ્રીવાસ્તવ અને અક્ષતે લખી છે. ફિલ્મ 19 ઓક્ટોમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે.

ટ્રેલર એવું બનાવવામાં આવ્યું છે કે  ફિલ્મની સમગ્ર સ્ટોરી વિશે જાણવા મળી જાય. બધાઇ હોની  સ્ટોરીની શરૂઆત થાય છે આયુષ્માનના ઘરે આવેલ ખુશખબરીથી.આયુષ્માનના પિતા કહે છે કે તેમના ઘરે એક મહેમાન આવવા જઈ રહ્યું છે.એક મોટી ઉંમરની સ્ત્રી જ્યારે ગર્ભવતી બને ત્યારે સમાજ તેને કેવી રીતે જુવે છે તે વિશેની આ મુવીમાં મનોરંજન પણ ભરપુર છે.

જુઓ ટ્રેલર..