Not Set/ ટાઇગર શ્રોફે શેર કર્યું ‘બાગી-3’નું મોશન પોસ્ટર, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મનું ટ્રેલર

ટાઇગર શ્રોફ બાગી સીરીઝની ત્રીજી ફિલ્મ લઈને આવી રહ્યો છે. ટાઇગર ફરી એકવાર રણવીર પ્રતાપ સિંહ ઉર્ફે રોની બન તૈયાર છે. શ્રદ્ધા કપૂર બાગી 3 માં ટાઇગરની અપોજિટ જોવા મળવાની છે. ફિલ્મનું પોસ્ટર થોડા દિવસો પહેલા રિલીઝ થયું હતું. આજે ટાઇગરે ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે અને આવતીકાલે ટ્રેલર આવી રહ્યું છે. મોશન પોસ્ટર […]

Uncategorized
Untitled 34 ટાઇગર શ્રોફે શેર કર્યું 'બાગી-3'નું મોશન પોસ્ટર, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મનું ટ્રેલર

ટાઇગર શ્રોફ બાગી સીરીઝની ત્રીજી ફિલ્મ લઈને આવી રહ્યો છે. ટાઇગર ફરી એકવાર રણવીર પ્રતાપ સિંહ ઉર્ફે રોની બન તૈયાર છે. શ્રદ્ધા કપૂર બાગી 3 માં ટાઇગરની અપોજિટ જોવા મળવાની છે. ફિલ્મનું પોસ્ટર થોડા દિવસો પહેલા રિલીઝ થયું હતું. આજે ટાઇગરે ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે અને આવતીકાલે ટ્રેલર આવી રહ્યું છે.

મોશન પોસ્ટર શેર કરતી વખતે ટાઇગરે લખ્યું કે – અત્યાર સુધીમાં તે એક શાનદાર જર્ની રહી છે. પરંતુ રોનીની સૌથી મોટી લડાઇ હજુ બાકી છે. ટ્રેલર આવતીકાલે સવારે 11 વાગ્યે રિલીઝ થશે. મોશન પોસ્ટરમાં ટાઇગર શર્ટલેસ ટાંકીની સામે ઉભો છે અને ઉપરથી હેલિકોપ્ટરથી  જતું જોવા મળી રહ્યું છે.

Instagram will load in the frontend.

થોડા દિવસો પહેલા ટાઇગરે બાગી 3 નું પોસ્ટર શેર કર્યું હતું. તેના સવાથી મજબૂત દુશ્મનની વિરુધ, તેની સૌથી મોટી લડાઈ, એક રાષ્ટ્રની સામે, રોની પરત અવી રહ્યો છે.

Instagram will load in the frontend.

બાગી 3 માં ટાઇગર અને શ્રદ્ધાની સાથે રિતેશ દેશમુખ, અંકિતા લોખંડે, સતિષ કૌશિક, ચંકી પાંડે અને અન્નુ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મથી જેકી શ્રોફ અને ટાઇગર શ્રોફ પહેલીવાર સાથે જોવા મળશે.

બાગી 3 નું દિગ્દર્શન અહમદ ખાન દ્વારા કરવામાં આવ્યું છે અને 6 માર્ચ 2020 રોજ આ ફિલ્મ રિલીઝ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.