Not Set/ ટીવી એક્ટ્રેસ હિના ખાનના કોમોલિકા રોલ કરવા પર ઉર્વશી ધોલકિયાનું રિએક્શન, અહીં જાણો

મુંબઈ ટીવી પર ફરીએકવાર  હિટ શો “કસોટી જિંદગી કી-2” આવવા જઈ રહ્યો છે. આ શોના બધા કલાકારોના નામ સામે આવ્યા છે આ શોમાં કોમોલિકાના રોલ માટે હિના ખાનનું નામ જાણવા મળી રહ્યું છે જો કે, તેની સાથે સંબંધિત કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. જણાવીએ કે, કસોટી જિંદગી કીના પ્રથમ ભાગમાં કોમોલિકાની ભૂમિકામાં ઉર્વશી […]

Uncategorized
hina e1532498453205 ટીવી એક્ટ્રેસ હિના ખાનના કોમોલિકા રોલ કરવા પર ઉર્વશી ધોલકિયાનું રિએક્શન, અહીં જાણો

મુંબઈ

ટીવી પર ફરીએકવાર  હિટ શો “કસોટી જિંદગી કી-2” આવવા જઈ રહ્યો છે. આ શોના બધા કલાકારોના નામ સામે આવ્યા છે આ શોમાં કોમોલિકાના રોલ માટે હિના ખાનનું નામ જાણવા મળી રહ્યું છે જો કે, તેની સાથે સંબંધિત કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. જણાવીએ કે, કસોટી જિંદગી કીના પ્રથમ ભાગમાં કોમોલિકાની ભૂમિકામાં ઉર્વશી ધોળકિયાએ જોવા મળી હતી. ઉર્વશીએ હિનાની આ ભૂમિકા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

ઉર્વશીએ આપેલ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, “હું કોણ છું તેનો જવાબ આપવા વાળી?” જો કે શોના સિક્વલ વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, “હું ખૂબ ખુશ છું કે આ ઐતિહાસિક શો સિકવલ બની રહ્યો છે. મને ખાતરી છે કે આ શો પણ આ વખતે પણ ઇતિહાસ બતાવશે. બાલાજી ટેલિફિલ્મ્સ, એકતા કપૂર, શોભા આન્ટી અને સ્ટાર પ્લસને હું અભિનંદન આપું છું.”

બીજી તરફ, જ્યારે શિલ્પા શિંદેને હીનાના કોમોલિકાનું પાત્ર વિશે પૂછવામાં આવ્યું તો તેને તેની પ્રતિક્રિયા આપવા જણાવ્યું કે, ‘શું તે બિગ બોસના ઘરની પણ કોમોલિકા નહતી.?’

શિલ્પાએ વધુમાં કહ્યું હતું કે, “તેઓ સારા અભિનેત્રી છે અને નકારાત્મક ભૂમિકા ભજવવાનું તેમના માટે મુશ્કેલ નહી થવું જોઈએ. કોમેડી તેમના માટે મુશ્કેલ છે, બાકી તે કરી લેશે.