Not Set/ સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં ધીરુભાઈ અંબાણી બનશે વરુણ ધવન?

મુંબઇ, બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન હાલ તેની આગામી ફિલ્મ ‘ભારત’ના શૂટિંગમાં વ્યસ્ત છે. અલી અબ્બાસ ઝફરના દિગ્દર્શિતમાં બની રહેલ  આ ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે. ફિલ્મમાં સલમાન ખાનની અપોજિટ કેટરીના કૈફ જોવા મળશે. પહેલા આ ભૂમિકા માટે સૌ પ્રથમ પ્રિયંકા ચોપરાને સાઈન કરવામાં આવી હતી પરંતુ તેને આ ફિલ્મ છોડી દીધી હતી. હવે એવા અહેવાલો […]

Uncategorized

મુંબઇ,

બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન હાલ તેની આગામી ફિલ્મ ‘ભારત’ના શૂટિંગમાં વ્યસ્ત છે. અલી અબ્બાસ ઝફરના દિગ્દર્શિતમાં બની રહેલ  આ ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે. ફિલ્મમાં સલમાન ખાનની અપોજિટ કેટરીના કૈફ જોવા મળશે. પહેલા આ ભૂમિકા માટે સૌ પ્રથમ પ્રિયંકા ચોપરાને સાઈન કરવામાં આવી હતી પરંતુ તેને આ ફિલ્મ છોડી દીધી હતી.

હવે એવા અહેવાલો છે કે વરૂણ ધવનનો પણ ફિલ્મમાં એક કેમિયો હશે. કહેવામાં આવી રહ્યું છે કે તે યુવાન ધીરુભાઈ અંબાણીની ભૂમિકા ભજવશે. અત્યાર સુધી ફિલ્મ દિગ્દર્શક અને ટીમ ફિલ્મ વિશે કંઇક જાહેર કરવા માંગતી નથી અને ફિલ્મની સ્ટોરી ગુપ્ત રાખવા માંગે છે. તે સ્પષ્ટ નથી કે વરુણનો કેમિયો ગીતમાં હશે અથવા પાત્ર તરીકે હશે. પરંતુ જો આમ હોય તો, વરુણને આ ભૂમિકામાં જોવાનું રસપ્રદ રહેશે.

Related image

આ ઉપરાંત, એવા પણ સમાચાર છે કે કેટરીનાને ‘ભારત’માં સલમાન ખાનની બોસ તરીકે પણ જોવામાં આવશે. આ ફિલ્મમાં, સલમાન, કેટરીના કૈફ સિવાય તબ્બુ, દિશા પાટની અને સુનિલ ગ્ર્રોવર પણ મહત્વપૂર્ણ પાત્રોમાં જોવા મળશે. આ ફિલ્મ ઇદ પર આ વર્ષે રિલીઝ થશે.