Not Set/ શું કેટરીનાને કારણે થયું વિક્કી કૌશલનું બ્રેકઅપ?

મુંબઇ, વિક્કી કૌશલનું ગર્લફ્રેન્ડ હરલીન સાથે બ્રેકઅપ થઈ ગયું છે બંને વચ્ચે બ્રેકઅપની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. પરંતુ હરલીને વિક્કીને અનફોલો કરતા આ વાત સાબિત થઈ ગઈ છે. એક સમયે એક શોમાં પહોંચેલલા વિક્કીએ જાતે જ સ્વીકાર્યું હતું કે  તે એકટ્રેસ હરલીન સેઠીને ડેટ કરી રહ્યો છે.  આ ખુલાસા બાદ હરલીને એક ફોટો […]

Uncategorized
AM 12 શું કેટરીનાને કારણે થયું વિક્કી કૌશલનું બ્રેકઅપ?

મુંબઇ,

વિક્કી કૌશલનું ગર્લફ્રેન્ડ હરલીન સાથે બ્રેકઅપ થઈ ગયું છે બંને વચ્ચે બ્રેકઅપની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. પરંતુ હરલીને વિક્કીને અનફોલો કરતા આ વાત સાબિત થઈ ગઈ છે. એક સમયે એક શોમાં પહોંચેલલા વિક્કીએ જાતે જ સ્વીકાર્યું હતું કે  તે એકટ્રેસ હરલીન સેઠીને ડેટ કરી રહ્યો છે.  આ ખુલાસા બાદ હરલીને એક ફોટો શેર કર્યો હતો. જેથી આ બંનેના સંબંધ પર મહોર લાગી ગઈ હતી.  જોકે થોડા સમયમાં જ બંને વચ્ચે બ્રેકઅપની ચર્ચાએ વેગ પકડ્યો હતો.

તાજેતરમાં હરલીને વિક્કીને ઇનસ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે. અને બ્રેકઅપની કેટલીક તસવીરોને પણ લાઇક કરી છે. આ બ્રેકઅપનું કારણ કેટરીનાને માનવામાં આવી રહી છે. હરલીનને લાગી રહ્યું હતું કે કૈટરીનાને કારણે વિક્કી તેની સાથે દગો કરી રહ્યો છે. કરણ જૌહર સાથેના ચેટ શઓમાં કરણ જૌહરે વિકકીને કહ્યું હતું કે કેટરીનાએ કહ્યું છે કે તેની જોડી વિક્કી સાથે સારી લાગશે. જોકે આ વાત સાંભળીને  વિક્કીને લાગ્યું કે કૈટરીના આવું ન કહે.

આમ પણ વિક્કી હાલના તબક્કે  કેટરીનાને કારણે સલમાન ખાન સાથે  સંબધો તોડવા ઇચ્છતો નથી. વળી કેટ તેનાથી ઘણી સિનિયર છે.  આથી આવી અફવા શાથી ફેલાઈ તેની વિક્કીને પણ નવાઈ લાગે છે.