Not Set/ ઐશ્વર્યાનું મીમ મુક્યા પછી વિવેક ઓબેરોયની ચારે બાજુ ટીકા, મહિલા આયોગે ફટકારી નોટિસ

બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોયે એક્ઝિટ પોલને લઈ એક મીમ શૅર કર્યું હતું.આ મીમને લઈને સોશિયલ મીડિયામાં તો તેની ખિચાઈ થઈ છે પરંતુ હવે તેને મહિલા આયોગની કાર્યવાહીનો પણ સામનો કરવો પડશે. આ મીમ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયનાં રિલેશનશીપને આધારે બનાવવામાં આવ્યું છે.વિવેકે આ મીમને પોતાના ટ્વીટર પર શેર કરતા તેને બોલીવૂડની અનેક હસ્તીઓના રોષના ભોગ […]

Uncategorized
trtr 2 ઐશ્વર્યાનું મીમ મુક્યા પછી વિવેક ઓબેરોયની ચારે બાજુ ટીકા, મહિલા આયોગે ફટકારી નોટિસ

બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોયે એક્ઝિટ પોલને લઈ એક મીમ શૅર કર્યું હતું.આ મીમને લઈને સોશિયલ મીડિયામાં તો તેની ખિચાઈ થઈ છે પરંતુ હવે તેને મહિલા આયોગની કાર્યવાહીનો પણ સામનો કરવો પડશે.

આ મીમ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયનાં રિલેશનશીપને આધારે બનાવવામાં આવ્યું છે.વિવેકે આ મીમને પોતાના ટ્વીટર પર શેર કરતા તેને બોલીવૂડની અનેક હસ્તીઓના રોષના ભોગ બનવું પડ્યું છે.

photo 4 9 ઐશ્વર્યાનું મીમ મુક્યા પછી વિવેક ઓબેરોયની ચારે બાજુ ટીકા, મહિલા આયોગે ફટકારી નોટિસ

મહારાષ્ટ્ર મહિલા આયોગના પ્રમુખ વિજ્યા રહતકરે કહ્યું હતું કે કમિશને વિવેક ઓબેરોયની એક્ઝિટ પોલ પરની ટ્વીટની નોંધ લીધી છે અને આ મામલે તેને નોટિસ આપવામાં આવી છે.

વિવેક ઓબેરોયની આ ટ્વીટનો ઘણો જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગ તથા એનસીપીએ પણ વિવેક ઓબેરોયની નિંદા કરી છે.

બીજી તરફ વિવેક ઓબેરોયનું કહેવું છે કે તેણે આ મીમ મૂકીને કઈ ખોટું નથી કર્યું.વિવેક ઓબેરોયે જે મીમ ટ્વીટ કરી છે, તેમાં ત્રણ તસવીરો છે. સૌ પહેલી તસવીરમાં ઐશ્વર્યા તથા સલમાન ખાન છે, જેને કેપ્શન આપવામાં આવ્યું છે ઓપિનિયન પોલ. ત્યારબાદ બીજી તસવીરમાં ઐશ્વર્યા રાય તથા વિવેક ઓબેરોય છે. જેના પર લખવામાં આવ્યું છે એક્ઝિટ પોલ. અંતિમ અને ત્રીજી તસવીરમાં ઐશ્વર્યા રાય પતિ અભિષેક તથા દીકરી આરાધ્યા સાથે છે. આના પર લખવામાં આવ્યું છે રિઝલ્ટ.

આ મીમ પછી સોનમ કપૂરે પણ આ ટ્વીટને ધૃણાસ્પદ તથા ક્લાસલેસ ગણાવી હતી.