મુંબઈ
થોડા દિવસ પહેલા ચર્ચા કરવામાં આવી રહી હતી કે એક ફિલ્મમાં ટાઈગર શ્રોફ તેમના આઈડલ હૃતિક રોશન સાથે કામ કરવા જઈ રહ્યા છે અને આ એક એક્શન મુવી હશે જેનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરશે. આ ફિલ્મમાં વાણી કપૂર પણ હશે.

ફિલ્મ વિશે વાત કરતા ટાઈગર શ્રોફે કહ્યું કે હું હૃતિક રોશન સાથે કામ કરવા માટે ખુબ જ ઉત્સાહિત છું. હું લકી છું કે મને આટલા ટુંક સમયમાં તેમના સાથે કામ કરવાની તક મળી ગઈ. તેઓ મારા આઈડલ છે. હું આજે જે પણ છે તે હું તેમને જોઇને આગળ વધ્યો છું. મને પોતેને હજી તો ખુબ જ તૈયાર કરવાનો છે. હૃતિક રોશન ખુબ જ મહેનતુ એક્ટર છે. તેઓ તેમના કામને પોતાનું 100 ટકા આપે છે તો મારે 200-300 ટકા આપવું પડશે. જોકે મને ખબર છે કે હું અત્યારે તેમની બરાબરી કરી શકીશ નહીં

ટાઈગર શ્રોફે ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ વિશે જણાવ્યું કે મને હજુ સુધી ફિલ્મની બીજી કાસ્ટ વિશે કોઈ માહિતી નથી. કરણ જોહર અને પુનીત મલ્હોત્રા જ કાસ્ટ વિશે સારી માહિતી આપી શકશે. આ વિશે વાત કરવાનો મને કોઈ જ હક નથી. હું ફિલ્મનું શુટિંગ જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં શરુ કરી દઈશ.

