મુંબઇ,
કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી’ રિલીઝ થઇ ગઈ છે અને આ ફિલ્મને મિકસ રિસ્પોન્સ મળી રહ્યો છે. જોકે ફિલ્મમાં કંગનાની એક્ટીંગ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મની પહેલી દિવસની કમાણી પણ ઠીક છે. ટ્રેડ એનાલિસ્સ્ટ તરણ આદર્શની રિપોર્ટ મુજબ, ફિલ્મની પહેલી દિવસે 8.75 કરોડની કમાણી કરી, પરંતુ આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે ફિલ્મ લીક થઈ ગઈ છે.
પહેલા સમાચાર મળી રહ્યા હતા કે નવાજૂદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘ઠાકરે’ લીક થઈ ગઈ છે અને હવે મણિકર્ણિકા માટે પણ આવા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવાય છે કે ફિલ્મની લીક હોવીથી ફિલ્મની કમાણી પર અસર પડી શકે છે.
50 દેશોમાં રિલીઝ થઇ ફિલ્મ…
મણિકર્ણિકા આશરે 50 દેશોમાં રિલીઝ થઇ છે. ભારતમાં તેને 3000 સ્ક્રીન્સ મળી છે. જયારે ઓવરસીઝમાં 700 છે. આ સિવાય આ ફિલ્મ તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થઇ છે.
આપને જણાવી દઈએ કે ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી’ને કૃષ્ણા, જગારલામુદ અને પોતે કંગનાએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મના ડાઈલોગ પ્રસૂન જોશીએ લખ્યા છે. ‘મણિકર્ણિકા’માં કંગનાએ એક એવી ભૂમિકા ભજવી છે, જે પ્રેરિત કરે છે અને મહિલા સશક્તિકરણનું પ્રતિક છે. ફિલ્મ મણિકર્ણિકા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર અને 1857ના ભારતીય વિદ્રોહના દરમિયાન બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સામે તેમની લડાઈ પર આધારિત છે.
