મુંબઇ,
રણબીર કપૂર હાલ આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યા છે પરંતુ એક સમય એવો હતો કે જયારે રણબીર કપૂર કેટરીના કૈફને ડેટ કરી રહ્યા હતા.વર્ષ 2013 માં કેટરીનાની બિકીની ફોટા લીક થઈ ગઈ હતી.બન્યું એવું કે એક મેગેઝિનને રણબીર અને કેટરીનાના ફોટો લીક કર્યા હતા. રણબીર અને કેટ તે દરમિયાન ઇબીઝામાં રજાઓ મનાય રહ્યા હતા. કેટરીના અને રણબીર શરૂઆતમાં તો આ ફોટાઓને લઈને કંઈ ખાસ પ્રતિક્રિયા આપી નહોતી, પરંતુ કેટલાક સમય પછી કેટરીનાએ તે મેગેઝિનને ખુબજ ફટકાર લગાવી હતી.કેટરીના કૈફના સારા મિત્ર સલમાન ખાનએ તેને ખૂબ સપોર્ટ કર્યો હતો. તેણે એક ચેનલને આપેલ ઈન્ટરવ્યુ માં આ વિશે વાત કરી હતી.

તેણે કહ્યું હતું કે મને લાગે છે કે તે ફોટાઓ નથી પબ્લિસિટી સ્ટંટ હતું અને ન ફેક હતા. કારણ કે મને નથી લાગતું કે તે.. રણબીર તો હશે જ પર, તેની સાથે કેટરીના લગતી નથી. ફેસ હશે કોઈ બીજાનું અને બોડી કોઈ બીજાની હશે. તેણે આગળ કહ્યું હતું કે – પરંતુ વિચારો સર, કોઈ રજા પર ગયા છે, પર્સનલ હોલિડે પર અને કોઈએ ફોટા ખેંચીને પોસ્ટ કરી દીધા. આ કેટલું ખરાબ છે. આ આપણી માં, બહેનો સાથે પણ થઇ શકે છે. તમે કેવું ફેલ કરશે જો આવી ઘટના તમારી બહેન અથવા માતા સાથે થઇ હોય તો. આ એક અત્યંત ખરાબ હરકત હતી. કલાકાર તરીકે અમે ફિલ્મોમાં જે કરીએ છીએ તે રીલ લાઈફનો મસાલો છે, પરંતુ કોઈની પર્સનલ લાઈફમાં આ રીતે હુમલો કરવો, આવુ કરવાનો અધિકાર કોઈને નથી.

ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ભારત’માં સલમાન અને કેટરીના સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડાએ ફિલ્મ છોડી પછી કેટરીનાની એન્ટ્રી થઈ હતી. ફિલ્મમાં સલમાન, કેટરીના સિવાય, દિશા પાટની, સુનીલ ગ્રૉવર, શશાંક સની અરોરા, નોરા ફતેહી અને જેકી શ્રોફ જેવા સ્ટાર્સ નજરે પડશે.
