આ અઠવાડિયે WWE માં એવું બન્યું કે બધા ચોંકી ગયા હતા. બ્રોક લેસનર WWE Crown Jewel ખાતે કેન વેલાસ્કેજને હરાવીને ફરીથી WWE ચેમ્પિયન બન્યો. તેણે શાનદાર રમત રમીને બે મિનિટમાં વેલાસ્કેજને હરાવ્યો. પરંતુ લડત પછી, લેસનરને રિંગમાં ખૂબ માર પડ્યો હતો, જેણે દરેકને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, આ મેચ પહેલા બ્રોક લેસ્નેરે રે મિસ્ટેરિયો અને તેના પુત્રની ખૂબ માર માર્યો હતો. મેચ જીત્યા પછી, લેસનર ફરીથી મિસ્ટેરિઓની શોધમાં રો (RAW) ઇવેન્ટમાં પહોંચ્યો હતો. જ્યાં તેના વકીલ પોલ હેમેને મિસ્ટેરિઓ વિશે પૂછ પરછ કરી.

જ્યારે તેણે કંઈપણ કહેવાની ના પાડી, ત્યારે લેસ્નરે કોમેન્ટેટર સાથે મારા મારી શરૂ કરી. તે દરમિયાન રેસલલ ડિઓ મૈડિન બચાવમાં આવ્યો. પરંતુ લેસ્નરે તેને ઉપાડી લીધો અને બાદમાં તેને પટકી દીધો. જેવો તે રિંગથી બહાર જવા લાગ્યો, રે મિસ્ટેરિઓએ પાછળથી રેસ્નર પર હુમલો કરી દીધો. મિસ્ટેરિઓએ બ્રોકના બેઝબોલ બેટથી ઢોર માર માર્યો હતો. તેણે બ્રોક લેસનરને ઉભા થવાની પણ તક આપી ન હોતી અને તેને મારતો જ રહ્યો હતો. લેસનર ભાગી જવાની કોશિશ કરતો રહ્યો, પરંતુ મિસ્ટેરિઓ તેની પાછળ દોડતો રહ્યો અને માર મારતો રહ્યો.
સિક્યુરિટી ગાર્ડનાં આગમન પછી બંનેને શાંત પાડવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો બ્રોક લેસનરનાં ખરાબ વલણ બાદ ઘણી ટીકા કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
