Not Set/ યો યો હની સિંહની ધમાકેદાર વાપસી, ‘દિલ ચોરી’ માટે જીત્યો સોંગ ઑફ ધ યર એવોર્ડ

મુંબઇ, સંગીતની દુનિયામાં યો યો હની સિંહે જબરદસ્ત વાપસી કરી છે. મુંબઈમાં તાજેતરમાં જ યોજાયેલા મ્યુઝિક એવોર્ડ્સમાં હની સિંહે ચાર્ટબસ્ટર ગીત ‘દિલ ચોરી’ માટે સોંગ ઑફ ધ યરનો એવોર્ડ પોતાના નામે કરી લીધો છે. દિલ ચોરીની સાથે 2018માં શાનદાર વાપસી કરનારા યો યો હની સિંહ ‘છોટે છોટે પેગ’, ‘દિલ ચોરી’, ‘ઉર્વશી’ જેવા ચાર્ટબસ્ટર ગીતો સાથે […]

Entertainment
01 5 યો યો હની સિંહની ધમાકેદાર વાપસી, 'દિલ ચોરી' માટે જીત્યો સોંગ ઑફ ધ યર એવોર્ડ

મુંબઇ,

સંગીતની દુનિયામાં યો યો હની સિંહે જબરદસ્ત વાપસી કરી છે. મુંબઈમાં તાજેતરમાં જ યોજાયેલા મ્યુઝિક એવોર્ડ્સમાં હની સિંહે ચાર્ટબસ્ટર ગીત ‘દિલ ચોરી’ માટે સોંગ ઑફ ધ યરનો એવોર્ડ પોતાના નામે કરી લીધો છે.

દિલ ચોરીની સાથે 2018માં શાનદાર વાપસી કરનારા યો યો હની સિંહ ‘છોટે છોટે પેગ’, ‘દિલ ચોરી’, ‘ઉર્વશી’ જેવા ચાર્ટબસ્ટર ગીતો સાથે પ્રશંસકોનું મનોરંજન કરી ચૂક્યા છે અને તેમના કમબેક વીડિયો ‘મખના’ને યુટ્યૂબ પર 100 મિલિયનથી વધુ વાર જોવામાં આવ્યો હતો.

Instagram will load in the frontend.

યો યો હનીસિંહે પોતાના વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક હૃદયસ્પર્શી ફોટો શેર કર્યો છે, જ્યાં તેમની માતા અને તેમની સાસુમા પોતાના હાથોમાં હની સિંહ દ્વારા દિલ ચોરી ગીત માટે જીતવામાં આવેલા એવોર્ડને હાથમાં લઈને ઊભેલી જોવા મળી રહી છે. તસવીર શેર કરીને યો યો હની સિંહે લખ્યું, “”

“Dil Chori got Song of The Year Award my mom n mom in law so happy!! #yoyohoneysinghfans #mirchimusicawards2018 #yoyohoneysingh”

કામની વાત કરીએ તો યો યો હની સિંહ હાલ ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે, જેના માટે તેઓ જોરશોરથી તૈયારી કરી રહ્યા છે અને પોતાના તમામ પ્રશંસકોનું અન્ય હિટ ગીતો સાથે મનોરંજન કરવા માટે તૈયાર છે.