Not Set/ અમરેલી સહિતના આ જિલ્લાઓમાં 11 દિવસ બાદ પણ વીજળી ગુલ, લોકો પારાવાર મુશ્કેલીમાં

ગુજરાતમાં તાઉતે વાવાઝોડાની વિદાયને 11 દિવસ પછી પણ સૌથી પ્રભાવિત જિલ્લા અમરેલી – ગીર-સોમનાથ અને ભાવનગર માં આજે વીજપુરવઠો પુન:પ્રસ્થાપિત થઇ શક્યો નથી.

Top Stories Gujarat Others
A 362 અમરેલી સહિતના આ જિલ્લાઓમાં 11 દિવસ બાદ પણ વીજળી ગુલ, લોકો પારાવાર મુશ્કેલીમાં

ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાની વિદાયને 11 દિવસ પછી પણ સૌથી પ્રભાવિત જિલ્લા અમરેલી – ગીર-સોમનાથ અને ભાવનગર માં આજે વીજપુરવઠો પુન:પ્રસ્થાપિત થઇ શક્યો નથી. રાજ્યમાં આવેલા તાઉ તે વાવાઝોડાના કારણે સૌથી વધુ નુક્સાન ઉર્જા વિભાગને થયું છે. જે સૌથી વધારે 1571 કરોડ કરતાં વધુ હોવાની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે 27-મે-ની સ્થિતિએ રાજ્યના 380 ગામમાં હજી અંધારપટની સ્થિતિ પ્રવર્તે છે.

ગુજરાતમાં તાઉ તેવાવાઝોડાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી છે. જેમાં અમરેલી , ગીર-સોમનાથ અને ભાવનગર જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થયા છે. તાઉ તે વાવાઝોડાના કારણે થયેલાંનુક્સાનમાં સૌથી વધુ નુક્સાન ઉર્જા વિભાગને 1572 કરોડ થયું હોવાની સત્તાવાર માહિતી મંતવ્યન્યૂઝને પ્રાપ્ત થઇ છે. એટલું જ નહીં આજે વાવાઝોડાની વિદાયને 11 દિવસ પછી પણ રાજ્યના 380 ગામમાં અંધારપટની સ્થિતિ છે. જેમાં સૌથી વધુ રાજુલા અને જાફરાબાદ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :સુરત પોલીસે સાઇકલ ચાલકને ફટકાર્યો મેમો, જાણો સમગ્ર ઘટના…

              ગ્રાફીક્સ-                ઉર્જા વિભાગને નુક્સાન

  • વીજપ્રવહન કંપની      – 700 કરોડ નુક્સાન
  • વીજ વિતરણ કંપની    – 871 કરોડ નુક્સાન
  • -કુલ નુક્સાન               –  1571 કરોડ

ઉર્જાવિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી વિગત મુજબ તાઉ તે વાવાઝોડાના પગલે 220 કેવીલાઇનના 277 ટાવર , 66 કેવી લાઇનના 74 ટાવર , 308 ડબલ પોલ સ્ટ્રક્ચર અને 132 કે.વી.લિનના 2 ટાવર ક્ષતિગ્રસ્ત થયા છે. રાજ્યમાં કુલ 1 લાખ 22081 વીજથાંભલા  , 46 હજાર 182 ટ્રાન્સફોર્મર , 16 હજાર 025 કિલોમીટર લંબાઇની ભારે દબાણની અને 7 હજાર 280 કિલોમીચર લંબાઇની હળવા દબાણની લાઇનને નુક્સાન થયું છે.

આ પણ વાંચો :અમદાવાદમાં 9 વર્ષની બાળકી સાથે ગેરેજવાળાએ કરી છેડતી

રાજ્યમાં વીજપુરવઠો પુન:પ્રસ્થાપિત કરવા અમરેલી-ભાવનગર અને ગીર-સોમનાથ સહિતના પ્રભાવિત જિલ્લામાં વીજવિતરણ કંપનીની 615 ટીમ અને 4 હજાર 489 કર્મચારીઓ ફરજ પર સતત વ્યસ્ત રહ્યા છે. 27-મે-ની સ્થિતિએ 380 ગામમાં હજી ખોરવાયેલો વીજપુરવઠો પુન:કાર્યાન્વિત કરવાની કવાયત યુદ્ધના ધોરણે થઇ રહી છે. પરંતુ હાલ તો પ્રભાવિત જિલ્લાની પ્રજા અંધારપટ વચ્ચે રહેતી હોવાથી સમગ્ર જનજીવન ઠપ્પ થઇ ગયું છે. ત્યારે હવે વીજપુરવઠો ખોરવાયેલાં ગામમાં ઉજાસ ક્યારે આવશે ? તેની કાગડોળે શહેરીજનો રાહ જોઇ રહ્યાં છે.

આ પણ વાંચો :મહેસાણામાં છોકરાની પ્રાપ્તિ માટે સાસરિયાઓએ પુત્રવધુ પર ગુજાર્યો ત્રાસ, અંતે કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત

sago str 29 અમરેલી સહિતના આ જિલ્લાઓમાં 11 દિવસ બાદ પણ વીજળી ગુલ, લોકો પારાવાર મુશ્કેલીમાં