IPL 2020/ દિલ્હી વિરુદ્ધ હાર્યા બાદ પણ બેંગલુરુની ટીમ પ્લેઓફમાં પહોંચી

આઈપીએલ 2020 માટેની પ્લેઓફ રેસ હજી પણ ચાલી રહી છે. જો કે સોમવારે અબુધાબીમાં રમાયેલી નિર્ણાયક મેચમાં દિલ્હી અને બેંગ્લોર બંને ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ હતી. લીગની 55 મી મેચમાં દિલ્હીની ટીમ દ્વારા હાર્યા છતાં વિરાટની આરસીબી આગળનાં રાઉન્ડમાં પહોંચી ગઇ છે. સતત ચાર મેચ હાર્યા હોવા છતાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને અહીં રનરેટનો ફાયદો […]

Sports

આઈપીએલ 2020 માટેની પ્લેઓફ રેસ હજી પણ ચાલી રહી છે. જો કે સોમવારે અબુધાબીમાં રમાયેલી નિર્ણાયક મેચમાં દિલ્હી અને બેંગ્લોર બંને ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ હતી. લીગની 55 મી મેચમાં દિલ્હીની ટીમ દ્વારા હાર્યા છતાં વિરાટની આરસીબી આગળનાં રાઉન્ડમાં પહોંચી ગઇ છે.

IPL 2020: Delhi Capitals beat Royal Challengers Bangalore by 6 wickets; both qualify for playoffs | Cricket News | Zee News

સતત ચાર મેચ હાર્યા હોવા છતાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને અહીં રનરેટનો ફાયદો મળ્યો છે. પોઇન્ટ્સની વાત કરીએ તો, આરસીબી અને કેકેઆર બંનેનાં 14-14 મેચ રમ્યા પછી 14 પોઇન્ટ છે. પરંતુ બેંગ્લોરની ટીમ રનરેટની દ્રષ્ટિએ કેકેઆર કરતા વધુ સારી સ્થિતિમાં છે. જણાવી દઇએ કે, વિરાટની આરસીબીએ આ રનરેટ અને પરાજય હોવા છતાં પ્લેઓફમાં પહોંચવા માટે ઘણી શરતો પૂરી કરવી પડી હતી.

RCB, DC Playoffs Chances: Here's How Both Royal Challengers Bangalore and Delhi Capitals Can Qualify for Next Round of IPL 2020 | 🏏 LatestLY

ટોસ હારી ગયા બાદ દિલ્હીએ આરસીબી દ્વારા અપાયેલા 153 રનનો લક્ષ્યાંક 19 મી ઓવરમાં હાંસલ કર્યો હતો. પરંતુ જો અહીં 17.3 ઓવર પહેલા બેંગ્લોરની ટીમ હારી ગઈ હોત, તો કેકેઆરની તુલનામાં તેમનો રનરેટ બગડ્યો હોત અને તેના આધારે તેમની યાત્રા સમાપ્ત થઈ હોત. જો કે, હવે કેકેઆર (-0.214) ની તુલનામાં બેંગ્લોર (-0.172) ટીમનાં રનરેટમાં સુધારો થયો છે, જેના કારણે વિરાટની ટીમ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. વળી, કોલકાતાની પ્લેઓફ આશાઓ હજુ પણ અકબંધ છે અને તેઓ હૈદરાબાદ અને મુંબઇ વચ્ચેની મેચનાં પરિણામની રાહ જોઈ રહ્યા છે.