અમરેલીમાં લવ જેહાદ/ હિન્દુ યુવતીનું અપહરણ ના છ દિવસ બાદ પણ પોલીસ નિષ્ક્રિય

લવ જેહાદની ઘટનાના સમગ્ર જિલ્લામાં ઘેરા પડઘા પડ્યા છે પોલીસની કામગીરી ઉપર પણ સવાલોના પડઘા પડ્યા છે ત્યારે નારી શક્તિમાં પણ એક જોમ અને જોશ ઉભું થયું છે

Gujarat Others
અપહરણ

અમરેલી જિલ્લાના વડીયામાં વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતીને ઉપાડી જવાના ઘેરા  પડઘા પડ્યા જેના પગલે આજે મોટી સંખ્યામાં વિવિધ હિન્દુ સંગઠનો અને પરિવારજનો દ્વારા સુત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ…

વડીયામાં હિન્દુ યુવતીનું અપહરણ કરવાની ઘટનાને આજે છ દિવસ થયા છે છતાં પણ પોલીસ વિભાગ તરફથી નક્કર કાર્યવાહી નહીં થતાં હિન્દુ ધર્મ સેના અને વિશ્વ હિન્દુ પરિષદ મહિલા હિન્દુ સંગઠન અને વડીયાના ભોગ બનનાર પરિવારના લોકો સહિત ગ્રામજનો અને મહિલાઓ મોટી સંખ્યામાં શહેરના શિવાજી ચોકમાં એકઠા થયા અને ત્યાંથી જય શ્રી રામના નારા સાથે વડીયા મામલતદાર કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને દસ દિવસમાં આ વિધર્મી યુવકને ઝડપી લેવા તેમજ જે પરિવારની દીકરીને ઉપાડી ગયા છે તે દીકરીને પરિવારને પરત સોંપવાની માંગણી કરવામાં આવી છે સાથોસાથ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો 10 દિવસની અંદર પરિણામ નહીં મળે તો ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અને વડીયા ગ્રામજનો તેમજ ભોગ બનનાર પરિવારના સગા સંબંધીઓ સહિત ઉગ્રઆંદોલન કરવામાં આવશે ત્યારે વિવિધ સંગઠનો એ એકીસુરે આ માંગણી કરતા તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.

Untitled 3 5 હિન્દુ યુવતીનું અપહરણ ના છ દિવસ બાદ પણ પોલીસ નિષ્ક્રિય

લવ જેહાદની ઘટનાના સમગ્ર જિલ્લામાં ઘેરા પડઘા પડ્યા છે પોલીસની કામગીરી ઉપર પણ સવાલોના પડઘા પડ્યા છે ત્યારે નારી શક્તિમાં પણ એક જોમ અને જોશ ઉભું થયું છે અને નારી શક્તિએ જિંદાબાદ જય શ્રીરામના નારા મામલતદાર કચેરીની સામે બોલી પોતાનો રોષ અને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને આ વિધર્મી યુવકના સકંજામાંથી હિન્દુ યુવતીને છોડાવી અને પરિવારને નહીં પહોંચાડવામાં આવે તો સમગ્ર જિલ્લાની નારીશક્તિનો રોષ ભભૂકી ઉઠશે તેવી નારી સંગઠઓએ પણ ચીમકી ઉચ્ચારી છે.

Untitled 3 6 હિન્દુ યુવતીનું અપહરણ ના છ દિવસ બાદ પણ પોલીસ નિષ્ક્રિય

વડીયાની લવ જેહદની ઘટનાને છ દિવસ વિતવા છતાં પરિણામ નહીં મળતા વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવાની પરિસ્થિતિ ઊભી થઈ છે અને હજુ પણ પોલીસની કામગીરીમાં સવાલો અડીખમ છે જો વિધર્મી યુવકના શકંજામાંથી આ હિન્દુ ધર્મની યુવતીને છોડાવવામાં નહીં આવે તો નવાજૂની ના એંધાણ થાય તેવું વાતાવરણ ઊભું થયું છે ત્યારે પોલીસ તંત્ર વહેલા જાગશે કે પછી હોતા હે ચલતા હૈ નીતિ દેખાશે કરશે.

આ પણ વાંચો: રાજુ શ્રીવાસ્તવનું નિધન, લાંબી માંદગી બાદ AIIMSમાં અવસાન

આ પણ વાંચો:રાજુ શ્રીવાસ્તવના નિધનથી દુઃખી PM મોદી, કહ્યું- તે બહુ જલ્દી છોડીને ચાલ્યા ગયા

આ પણ વાંચો:વિધાનસભાની બેઠક શરૂ થાય તે પહેલા કોંગ્રેસે સરકાર સામે વિવિધ મુદ્દાને લઇને કર્યો જોરદાર વિરોધ