IPL 2021/ રૈના ભલે ફોર્મમાં નથી છતા ધોની Playing Eleven માંથી બહાર નહીં કરેઃ સહેવાગ

ભૂતપૂર્વ ભારતીય ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ માને છે કે CSK નાં કેપ્ટન એમએસ ધોની તેને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર નહીં કરે.

Sports
11 23 રૈના ભલે ફોર્મમાં નથી છતા ધોની Playing Eleven માંથી બહાર નહીં કરેઃ સહેવાગ

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) નાં સ્ટાર બેટ્સમેન સુરેશ રૈના આ વખતે IPL માં પોતાના ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. રૈનાએ હવે 10 ઇનિંગ્સમાં માત્ર એક ફિફ્ટીની મદદથી 157 રન બનાવ્યા છે. તેણે ટુર્નામેન્ટનાં પહેલા હાફમાં દિલ્હી કેપિટલ્સ (DC) સામે આ ફિફ્ટી પણ ફટકારી હતી. પરંતુ ભૂતપૂર્વ ભારતીય ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ માને છે કે CSK નાં કેપ્ટન એમએસ ધોની તેને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર નહીં કરે.

11 24 રૈના ભલે ફોર્મમાં નથી છતા ધોની Playing Eleven માંથી બહાર નહીં કરેઃ સહેવાગ

આ પણ વાંચો – IPL 2021 / 2011 વર્લ્ડકપનાં અંદાજમાં ધોનીએ મારી સિક્સર, પત્નિ અને પુત્રીએ કર્યુ આવી રીતે Celebration

ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન સહેવાગે કહ્યું, ‘કેપ્ટન એમએસ ધોની સારી રીતે જાણે છે કે તેનો સ્ટાર બેટ્સમેન સારા ફોર્મમાં નથી અને સતત રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. પરંતુ ધોની તેના ફોર્મની ચિંતા કરશે નહીં કારણ કે તે જાણે છે કે રૈના એક અનુભવી ખેલાડી છે અને તે ચોક્કસપણે રન બનાવશે, પછી ભલે તે પ્લેઓફમાં પણ આવું કરે. સહેવાગ ક્રિકેટ વેબસાઇટ ક્રિકબજની સાથે વીડિયો શો “Talking Points” માં પૂર્વ ક્રિકેટર અજય જાડેજાની સાથે પેનલ ડિસ્કશન કરી રહ્યો હતો. તેણે કહ્યુ, T-20 ફોર્મેટ ખાસ કરીને સુરેશ રૈનાને સૂટ કરે છે. આ ફોર્મેટમાં તેણેમ ચેન્નઈ માટે ઘણા રન બનાવ્યા છે. પરંતુ રૈનાને રન બનાવવાનો સતત પ્રયત્ન કરતા રહેેવુ જોઇએ.

11 25 રૈના ભલે ફોર્મમાં નથી છતા ધોની Playing Eleven માંથી બહાર નહીં કરેઃ સહેવાગ

આ પણ વાંચો – Cricket / સ્મૃતિ મંધાનાએ સદી ફટકારી રચ્યો ઈતિહાસ, આમ કરનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની

42 વર્ષીય વીરેન્દ્ર સહેવાગે આગળ કહ્યું, ‘હા એકવાર તે 20 થી 30 બોલ રમ્યા બાદ 10-20 રન ફટકારશે અને બોલને મિડલ કરવાનું શરૂ કરશે, તો તેનો આત્મવિશ્વાસ પાછો આવશે અને પછી તે મોટી ઇનિંગ રમી શકે છે.’ અજય જાડેજા સેહવાગની વાત સાથે સહમત થયો હતો. તેણે કહ્યું કે, આ ટીમ એક એવી ટીમ છે, જે જાણીતી છે કે તે ગભરાતી નથી. આંકડાઓમાં, રૈના કદાચ આ સીઝનમાં ડેવિડ વોર્નરથી પાછળ હશે, પરંતુ ટીમને ફરક પડતો નથી. એમએસ ધોની તેને નંબર 3 થી નંબર 4 માં રમાડશે પરંતુ તે તેને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવાનો વિચાર કરશે નહીં.