UK PM Election/ બ્રિટનમાં પણ રેવડી!વડાપ્રધાન પદના ઉમેદવાર ઋષિ સૂનકે વીજળી બિલમાં 200 પાઉન્ડની છૂટ આપવાની કરી જાહેરાત

ઇંગ્લેન્ડના વડાપ્રધાન પદના ઉમેદવાર સૂનકે રેવડી જેવી જાહેરાત કરી છે એટલે કે વીજળીમાં પ્રજાને 200 પાઉન્ડની છૂટ આપશે. 

Top Stories World

ભારતના રાજકારણમાં હાલ રેવડી મુદ્દે એટલે કે મફત યોજના મામલે રાજકીય પાર્ટીઓ વચ્ચે ઘમાસન જોવા મળી રહ્યું છે, આ ફ્રીની રેવડી મુદ્દે ભારતમાં નહી પણ વિદેશમાં પણ આ નીતિ ચાલી રહી છે, ઇંગ્લેન્ડના વડાપ્રધાન પદના ઉમેદવાર સૂનકે રેવડી જેવી જાહેરાત કરી છે એટલે કે વીજળી બિલમાં પ્રજાને 200 પાઉન્ડની છૂટ આપવાની જાહેરાત કરી છે.

યુકેના ભૂતપૂર્વ નાણાપ્રધાન અને યુકેના વડાપ્રધાન પદના ઉમેદવાર ઋષિ સુનકે એવી જાહેરાત કરી છે કે PM તરીકે ચૂંટાઇ આવશે તો દેશના  લોકોને વધતા ઘરગથ્થુ વીજ બિલમાં આર્થિક સહાય કરશે,42 વર્ષીય ભારતીય મૂળના સુનક પણ વડાપ્રધાન પદની રેસમાં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓમાં સામેલ છે. તેમણે લોકોને આર્થિક મદદ કરવા દેવું મર્યાદિત કરીને બચત કરવા પર ભાર મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કેપાવર સેક્ટરમાં કામ કરતી સંસ્થા કોનવેલ ઈનસાઈટે આગાહી કરી છે કે આ શિયાળામાં વધતા વીજળીના બિલ અપેક્ષા કરતા વધુ હોઈ શકે છે.હાલ ઇંગ્લેન્ડના વડાપ્રધાન પદની રેસમાં સૂનક અને લિઝ ટ્રસ વચ્ચે ખરાખરીનો જંગ છે, બંને હાલ દેશમાં શું સુધાર કરશે અને તેમની નીતિ શું હશે તેની હાલ ડિબેટ ચાલી રહી છે.આ દરમિયાન ભારતીય મૂળના ઋષિ સુનકે  એવી જાહેરાત કરી છે કે વીજ બિલ માટે 200 પાઉન્ડની છૂટ આપવામાં આવશે જેના લીધે પ્રજાને તેમાં રાહત રહેશે.