Gujarat News: અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યજમાન બની ભગવાનની પ્રાણ-પ્રતિષ્ઠામાં ભક્તિભાવ પૂર્વક ભાગ લીધો. પૂજામાં તેઓ રામલલ્લા માટે ચાંદીનું છત્ર લઈ આવ્યા હતા. ત્યારે ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં શ્રીરામની પ્રાણ-પ્રતિષ્ઠાનો ઉત્સાહ જોવા મળ્યો. આ ઐતિહાસિક ઘડી નિહાળવા મોરબી, મહેસાણા, અમદાવાદ, કચ્છ સહિતના જિલ્લાઓમાં ઉમંગ જોવા મળ્યો.

મોરબીમાં ઐતિહાસિક ઘડીને નિહાળવા ઐતિહાસિક રામ મહેલ મંદિર ખાતે લોકોની ભારે ભીડ જામી હતી. વિશાળ LED સ્ક્રિનમાં લાઈવ પ્રસારણ લોકોએ નિહાળ્યું હતું. તેમજ આ પ્રસંગ નિમિત્તે મહાઆરતી યોજવામાં આવશે. સાંજે મોરબીમાં ઠેર ઠેર દીપ પ્રાગટ્ય અને વિવિધ કાર્યક્રમો યોજાશે.

મહેસાણામાં રામજન્મ ભૂમિ મહોત્સવને લઈને ભક્તિમય માહોલ બન્યો હતો. સમગ્ર મહેસાણા ભક્તિના રંગે રંગાયું હતું. આ ઉપરાંત, વસતા સિંધી સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી.
અમદાવાદમાં શીલજ ગામ ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જ્યાં સૌ લોકોએ અયોધ્યાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

સુરતમાં પણ અયોધ્યા જેવો માહોલ જોવા મળ્યો હતો. ડીંડોલીની મિલેનીયમ સોસાયટીમાં વિશેષ આયોજન કરાયું હતું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ હાજર રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
આ પણ વાંચો:પત્ર/રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રાષ્ટ્રપતિએ લખ્યો PM મોદીને પત્ર,જાણો શું લખ્યું…
આ પણ વાંચો:ન્યાય યાત્રા/કોંગ્રેસની ન્યાય યાત્રામાં ફરી હંગામો, ‘રાહુલ ગાંધી ગો બેક’ના નારા લાગ્યા!
