Not Set/ દરેક જિલ્લામાં આયુર્વેદ જેવી હોસ્પિટલ હોવી જોઈએ : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બીજા આયુર્વેદ દિવસના પ્રસંગે દેશની સૌ પ્રથમ ઇન્ડિયન આયુર્વેદ સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું હતું. આયુર્વેદ સંસ્થાના ઉદ્ઘાટન બાદ પીએમ મોદી સંબોધનમાં દેશના દરેક જિલ્લાઓમાં આર્યુવેદ સાથે સંકળાયેલા હોસ્પિટલ હોવી જોઈએ એવી હાકલ કરી હતી. આ પ્રસંગે તેઓએ દરેકને દિવાળી માટે અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ જણાવ્યું  કે, કોઈ પણ દેશમાં વિકાસ માટે પ્રયાસ […]

Top Stories

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બીજા આયુર્વેદ દિવસના પ્રસંગે દેશની સૌ પ્રથમ ઇન્ડિયન આયુર્વેદ સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું હતું. આયુર્વેદ સંસ્થાના ઉદ્ઘાટન બાદ પીએમ મોદી સંબોધનમાં દેશના દરેક જિલ્લાઓમાં આર્યુવેદ સાથે સંકળાયેલા હોસ્પિટલ હોવી જોઈએ એવી હાકલ કરી હતી.

આ પ્રસંગે તેઓએ દરેકને દિવાળી માટે અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ જણાવ્યું  કે, કોઈ પણ દેશમાં વિકાસ માટે પ્રયાસ થવો જોઈએ. નહીં પણ તેના ઇતિહાસને કદી ભૂલી ન જોઈએ. તેમના વારસોને છોડીને જેઓ આગળ વધે છે તેમની ઓળખાણ સમાપ્ત થઇ જાય છે.

મોદીએ કહ્યું હતું કે, અગાઉના સમયગાળામાં આપણા દેશ ખૂબ જ ધનવાન હતો , આપણા દેશ પાસ જે શ્રેષ્ઠ હતું તેને નાશ કરવા માટે બહારના લોકોનો ભેગા થયા હતા. ગુલામીમાંથી છુટકારો મળ્યા પછી, અમે અમારા ઇતિહાસને સાચવી શક્યા નહીં. છેલ્લા 3 વર્ષોમાં, અમારી સરકાર જૂના વારસાને જાળવવા માટે કામ કરી રહી છે.

આયુર્વેદ માત્ર એક તબીબી પ્રથા નથી, તે સામાજિક આરોગ્ય અને સાંસ્કૃતિક સ્વાસ્થ્યને પણ આવરી લે છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે, દેશના દરેક જિલ્લાઓમાં આર્યુવેદ સાથે સંકળાયેલા હોસ્પિટલ હોવી જોઈએ, અમારી સરકાર આ દિશામાં કામ કરી રહી છે.