મહેસાણા (Mehsana) જિલ્લાના કડી તાલુકાના અગોલ ગામમાં એક લગ્નપ્રસંગ દરમિયાન અનોખા દૃશ્યો જોવા મળ્યા હતા. વરઘોડા દરમિયાન ચલણી નોટોનો વરસાદ થતા લોકોએ નોટો લેવા માટે પડાપડી કરી હતી. ભાજપની મહિલા સભ્યના ભત્રીજાના લગ્ન પ્રસંગે લાખો રૂપિયાની નોટો હવામાં ઉછાળવામાં આવી હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
મહેસાણાના (Mehsana) અગોલ ગામમાં ચલણી નોટોનો વરસાદ
આ ઘટના રવિવાર, 15 ફેબ્રુઆરીએ બની હોવાનું જણાવાય છે. વરઘોડો ગામના મુખ્ય ચોકમાંથી પસાર થતો હતો ત્યારે નોટો ઉડાડવાની ઘટના બની. ગુજરાતમાં લગ્ન કે અન્ય સામાજિક પ્રસંગોમાં નોટો ઉડાડવાનો ટ્રેન્ડ છેલ્લા થોડા સમયથી વધુ જોવા મળી રહ્યો છે, અને અગોલમાં થયેલી આ ઘટના પણ તે જ ક્રમનો ભાગ માનવામાં આવી રહી છે.

Mehsana: નોટો લેવા માટે લોકોએ પડાપડી કરી
જો કે, આર્થિક દેખાવ વચ્ચે સુરક્ષાની ગંભીર અવગણના પણ નજરે પડી હતી. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે નોટો લેવા માટે લોકો ભીડમાં ધક્કામુક્કી કરતા હતા. કેટલાક લોકો ગેલેરીઓ અને મકાનોની છત પરથી નીચે ઉતરવા અથવા કૂદકા મારવા સુધી ગયા હતા, જેના કારણે જાનહાનિનો ભય ઊભો થયો હતો.
કાયદો અને સલામતીના નિયમો નેવે મુક્યા
લગ્નની ઉજવણી વચ્ચે કાયદો અને સલામતીના નિયમોનું પાલન ન થતું હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. સમગ્ર ઘટનાએ ગામમાં તેમજ સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ ઉભો કર્યો છે.
અગોલ ગામમાં 10 દિવસમાં બીજી વાર નોટોનો વરસાદ કરવામાં આવ્યો
હવે લગ્ન પ્રસંગમાં નોટોનો વરસાદ કરવા એ સામાન્ય ઘટના બની ગઈ છે. 10 દિવસ પહેલા પણ આ ગામમાં નોટોનો વરસાદ થયો હતો., 15 ફેબ્રુઆરીએ ફરી એકવાર કડી તાલુકા પંચાયતના ભાજપના મહિલા સદસ્યના ભત્રીજાના વરઘોડામાં નોટોનો વરસાદ જોવા કરવામાં આવ્યો હતો. ગામના મુખ્ય ચોકમાં વરઘોડો પહોંચ્યો ત્યારે આ નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. રૂ. 10, 20, 50 અને 100ની નોટોનો પરિવારજનો દ્વારા વરસાદ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:સેવન્થ ડે સ્કૂલનો વિવાદ: 2,400 વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ ન આપ્યો
આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ પઢાર આદિવાસીઓમાં રોષ, માછીમારી પર પ્રતિબંધથી આજીવિકા જોખમમાં
આ પણ વાંચો:અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કડક કાર્યવાહી
