Not Set/ રાજધાની દિલ્હીમાં દર ત્રીજો શખ્સ કોરોનાથી સંક્રમિત

દિલ્હીમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે. શુક્રવારે ઓછી તપાસને કારણે, પહેલા દિવસની તુલનામાં ચાર હજાર ઓછા દર્દીઓ મળ્યા, પરંતુ ચેપ દર 31 ટકાની નજીક પહોંચી ગયો છે.

India
ind 5 રાજધાની દિલ્હીમાં દર ત્રીજો શખ્સ કોરોનાથી સંક્રમિત

દિલ્હીમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે. શુક્રવારે ઓછી તપાસને કારણે, પહેલા દિવસની તુલનામાં ચાર હજાર ઓછા દર્દીઓ મળ્યા, પરંતુ ચેપ દર 31 ટકાની નજીક પહોંચી ગયો છે. આ દેશની તુલનામાં બમણાથી વધુ છે. શુક્રવારે દેશમાં ચેપનો દર 14.78 ટકા નોંધાયો હતો. ચિંતાની વાત એ છે કે 34 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચો – સુનાવણી / પત્નીની જાણ વગર ફોન કોલ રેકોર્ડ કરવો એ ગોપનીયતાનું ઉલ્લંઘન છે કે કેમ, સુપ્રીમ કોર્ટ કરશે નક્કી

જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો દિલ્હીમાં જેટલા લોકોની તપાસ થઈ રહી છે તેમાંથી ત્રીજા ભાગનાં લોકો કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. જો કે, રાહતની વાત એ છે કે હોસ્પિટલોમાં એડમિટ થતા લોકોની સંખ્યા ઘટી રહી છે અને શુક્રવારે 24383 નવા કેસ નોંધાયા હતા પરંતુ 26236 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આ કારણે સક્રિય કેસોમાં ઘટાડો નોંધાયો છે જે સતત વધી રહ્યા હતા. હવે સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 92273 થઈ ગઈ છે. જેમાંથી 64831 લોકો ઘરે રહીને સારવાર લઈ રહ્યા છે. દિલ્હીની હોસ્પિટલોમાં 2529 દર્દીઓ દાખલ છે, જેમાંથી 83 કોવિડના લક્ષણો અને 2446 પોઝિટિવ દર્દીઓ છે. જેમાંથી 671 દર્દીઓ ICUમાં, 815 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર, 99 દર્દીઓ વેન્ટીલેટર પર છે. હોસ્પિટલમાં દાખલ 2128 દર્દીઓ દિલ્હીના અને 318 દિલ્હી બહારના છે. હોસ્પિટલોમાં 83% પથારીઓ ખાલી પડી છે. માત્ર દિલ્હી જ નહીં દેશનાં 20 મોટા શહેરો એવા છે જ્યાં ચેપનો દર 20 ટકાથી વધુ છે. એટલે કે, આ સ્થળોએ ટેસ્ટિંગ કરાયેલા દર 100માંથી 20 લોકો સંક્રમિત થઈ રહ્યા છે. દેશમાં પ્રતિ લાખ વસ્તીએ 19 કેસ છે, જ્યારે ગુરુગ્રામમાં પ્રતિ લાખ વસ્તીએ 179 કેસ જોવા મળી રહ્યા છે. કોલકાતામાં દરરોજ પ્રતિ લાખ વસ્તી દીઠ 157 કેસ, બેંગલુરુ અર્બનમાં 163, દિલ્હીમાં 139, મુંબઈમાં 132 કેસ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો –તહેવારની આડ અસર / રાજ્યમાં દોરીથી 200 થી વધુ લોકો ઈજાગ્રસ્ત, સૌથી વધુ અમદાવાદમાં ગળા કાપની ઘટના

શુક્રવારે મહારાષ્ટ્રમાં 43,211 કેસ નોંધાયા હતા, જે એક દિવસ પહેલા કરતા ત્રણ હજાર ઓછા છે. મૃત્યુમાં પણ ઘટાડો થયો છે. ગુરુવારે અહી 36 દર્દીઓએ જીવ ગુમાવ્યો, પરંતુ શુક્રવારે આ સંખ્યા ઘટીને માત્ર 19 થઈ ગઈ. મુંબઈમાં પણ આગલા દિવસની સરખામણીએ 17 ટકા ઓછા કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળ-તામિલનાડુ અને મધ્યપ્રદેશ સહિત લગભગ 15 રાજ્યોમાં સંક્રમણ વધી રહ્યું છે.