દેશમાં પાંચમાં ચરણનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે. ત્યારે ઘણી જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યુ હતુ. છપરામાં એક વ્યક્તિને EVM તોડવા પર અટકાયત કરવામાં આવી હતી. જો કે હવે જે સમાચાર મળી રહ્યા છે તે તમને થોડી વાર માટે વિચારવા પર મજબૂર કરી દેશે. આપને જણાવી દઇએ કે, સોમવારે બિહારનાં મુઝફ્ફરપુર લોકસભા બેઠક પર ચાલી રહેલ મતદાન દરમિયાન એક સ્થાનિય હોટલમાંથી ઈવીએમ મળી આવ્યુ હતુ. સ્થાનિક લોકોને આ વાતની જાણ થતા તેમણે હંગામો શરૂ કરી દીધો હતો.

લોકસભાની ચુંટણી તેના ચરણ સુધી પહોચવા આવી રહી છે ત્યારે કેટલા વિવાદોમાં ચુંટણી પૂર્ણ થશે તે તો આવનારા સમયમાં જોવા મળી જ જશે, પરંતુ તાજેતરની વાત કરવામા આવે તો સોમવારે બિહારનાં મુઝફ્ફરપુર લોકસભા બેઠક પર ચાલી રહેલા મતદાન દરમિયાન એક હોટલમાંથી EVM મળી આવતા લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. જે અધિકારી પાસેથી EVM મળી આવ્યુ તે EVMનો સંરક્ષક અને સેકટર મેજિસ્ટ્રેટ હોવાનુ સામે આવી રહ્યુ છે. તેમનું નામ અવધેશ કુમાર છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યુ કે, તેંમની ટીમ ચાર EVM મશીનોને બેકઅપ પર લઇને ચાલી રહી હતી, જેથી જો કોઇ પોલીંગ બૂથ પર EVM ખરાબ થાય ત્યારે તેને તત્કાલ બદલી શકાય.
સેક્ટર મેજિસ્ટ્રેટે કહ્યુ કે, તેમના ડ્રાઈવરે તેમને નજીકનાં પોલીંગ બૂથ નંબર 1 પર જઇ મતદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. ત્યારબાદ અવધેશ કુમાર તે મતદાન કેન્દ્રની નજીક એક હોટલમાં EVM મશીનને લઇને ઉતરી ગયા. જેવી મતદાન કેન્દ્ર પર ઉભા અમુક લોકોને આ વાતની જાણ થઇ ગઇ. પોલીંગ એજન્ટોને જ્યારે જાણકારી મળી કે સેક્ટર મેજિસ્ટ્રેટની પાસે બે EVM મશીન છે તો તેમણે ગડબડી હોવાની આશંકા સાથ હંગામો શરૂ કરી દીધો હતો.
